Western Times News

Gujarati News

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી ખસી જવાની ઈટાલીની જાહેરાતઃ ચીનને ઝટકો

ઓગસ્ટ 2023 સુધીમાં, 155 દેશોએ BRI પર હસ્તાક્ષર કર્યા હોય તે રીતે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.

(એજન્સી)નવીદિલ્હી, ઇટલીએ ચીનને ઝટકો આપ્યો છે અને તેણે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. ત્યારે ઇટાલીની સરકારે પણ આ પગલાથી બંને દેશોના સંબંધો બગડવાની અને દેશની અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન થવાની સંભાવનાને નકારી કાઢી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇટાલીએ સત્તાવાર રીતે ચીનને જાણ કરી છે કે તે બીઆરઆઇ છોડી રહ્યું છે. ઇટાલી ૨૦૧૯માં આ પ્રોજેક્ટનો ભાગ બન્યું હતું.

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI, અથવા B&R), જે ચીનમાં વન બેલ્ટ વન રોડ તરીકે ઓળખાય છે. 150 થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રોકાણ કરવા માટે ચીનની સરકારે 2013માં અપનાવેલી વ્યૂહરચના.  તે ચીનના નેતા શી જિનપિંગની વિદેશ નીતિનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.  BRI એ ક્ઝીની “મેજર કન્ટ્રી ડિપ્લોમસી” વ્યૂહરચનાનું કેન્દ્રિય ઘટક બનાવે છે,

જે ચીનને તેની વધતી શક્તિ અને સ્થિતિને અનુરૂપ વૈશ્વિક બાબતો માટે વધુ નેતૃત્વની ભૂમિકા નિભાવવાનું કહે છે. તેની સરખામણી અમેરિકન માર્શલ પ્લાન સાથે કરવામાં આવી છે. ઓગસ્ટ 2023 સુધીમાં, 155 દેશોએ BRI પર હસ્તાક્ષર કર્યા હોય તે રીતે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. ભાગ લેનારા દેશોમાં વિશ્વની લગભગ 75% વસ્તીનો સમાવેશ થાય છે અને વિશ્વના જીડીપીના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.

હાલમાં આ નિર્ણય અંગે ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યા પછી કરારમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. ચીનના રાષ્ટÙપતિ શી જિનપિંગે પણ તેમના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું કે તેનાથી ઈટાલીને કોઈ ખાસ ફાયદો થયો નથી.

બંને દેશો વચ્ચે આ કરાર વર્ષ ૨૦૧૯માં થયો હતો. હવે આ કરાર માર્ચ ૨૦૨૪માં રિન્યુ થવાનો હતો. ઇટાલિયન સરકારી સ્ત્રોતે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે ઇટાલીએ તાજેતરના દિવસોમાં એક પત્ર મોકલીને ચીનને જાણ કરી હતી કે તે કરારનું નવીકરણ કરશે નહીં.

અન્ય એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, અમે હવે ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’નો ભાગ ન હોવા છતાં પણ ચીન સાથે સારા સંબંધો જાળવવા માગીએ છીએ. તેમણે કહ્યું કે અન્ય જી ૭ દેશો ચીન સાથે અમારા કરતાં વધુ નજીકના સંબંધો ધરાવે છે, તેમ છતાં તેઓ ક્યારેય બીઆરઆઇનો ભાગ બન્યા નથી.૨૦૧૩માં બીઆરઆઇ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ દેશોએ ચીન સાથે કરારો કર્યા છે.

૨૦૧૯ માં, તત્કાલીન ઇટાલીના વડા પ્રધાન જિયુસેપ કોન્ટેએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમને આશા હતી કે આનાથી તેમના દેશને વ્યાપારીક લાભ થશે પરંતુ ચીનની કંપનીઓ આમ કરતી જોવા મળી નથી.

ઇટાલિયન ડેટા અનુસાર, ઇટાલીએ ગયા વર્ષે ચીનને ૧૬.૪ બિલિયન યુરોના માલની નિકાસ કરી હતી, જે ૨૦૧૯માં ૧૩ અબજ યુરો હતી. તેનાથી વિપરીત, સમાન સમયગાળા દરમિયાન, ઇટાલીમાં ચીનની નિકાસ રૂ. ૩૧.૭ અબજથી વધીને રૂ. ૫૭.૫ અબજ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.