Western Times News

Gujarati News

બેભાન હાલતમાં મળી આવેલા ભીક્ષુક પાસેથી 1.14 લાખ રોકડા મળ્યા !!!

પ્રતિકાત્મક

અમદાવાદ, વલસાડમાં બીમાર ભીક્ષુકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેમા મૃતકના કપડામાંથી રૂપિયા ૧.૧૪ લાખની રોકડ મળી આવી છે તેમાં તબીબો સહિત ૧૦૮ના કર્મીઓ પણ ચોંકી ઉઠયા હતા.

તેમજ ભીક્ષુક પાસેથી મળેલા પૈસા પોલીસ મથકે જમા કરાવ્યા છે. મૃતક ભીક્ષુકના પરિજનોની ઓળખ થઈ નથી. વલસાડમાં લખપતિ ભિક્ષુકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેમાં બીમાર ભીક્ષુકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમાં ટૂંકી સારવાર બાદ ભિક્ષુકનું હોસ્પિટલમાં મોત નીપજયું હતું.

ભીક્ષુકના કપડામાંથી ૧ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવતા હોસ્પિટલના તબીબો સહિત ૧૦૮ના કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા. ભીક્ષુક પાસેથી મળેલા ૧ લાખ ૧૪ હજાર રૂપિયાની રકમ પોલીસ મથકે જમા કરાવી છે તેમજ ભીક્ષુક વ્યક્તિની ઓળખ થઈ નથી. વલસાડના રામરોટી ચોક પર ર દિવસથી એક ભીક્ષુક દુકાનોના ઓટલા પર સુઈ રહ્યો હતો

આસપાસના દુકાનદારો સતત બે દિવસથી આ ભીક્ષુકને સુતેલા જોઈ રહ્યા હતા. જોકે ત્યારબાદ આ ભીક્ષુકના શરીરમાં કોઈ હલનચલન ન થતા આખરે સ્થાનિક દુકાનદારોએ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. આથી ૧૦૮ની ટીમે આ ભીક્ષુકને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જોકે આ દરમિયાન ભીક્ષુકનું મોત નીપજયું હતું. તપાસ કરતા આ ભીક્ષુકના કપડાઓમાંથી એક લાખ ૧૪ હજારથી વધુની રોકડ રકમ મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.