Western Times News

Gujarati News

Metfal પેઇન કિલર લેવી બની શકે છે ખતરનાક

સરકારે જાહેર કર્યું એલર્ટ

સરકારે કહ્યું છે કે મેફ્ટાલના વધુ પડતા સેવનથી ડ્રેસ સિન્ડ્રોમ જેવી ગંભીર એલર્જી વધી શકે છે, આ આખા શરીરને અસર કરી શકે છે જેના કારણે સમસ્યાઓ વધશે

નવી દિલ્હી, જો તમને માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો હોય તો ડાક્ટરની સલાહ લીધા વિના પેઈનકિલર લેવી ખતરનાક બની શકે છે. હવે ઈÂન્ડયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ પેઈનકિલર દવા મેફ્ટાલને લઈને ડોકટરો અને લોકોને સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે. સરકારે કહ્યું છે કે મેફ્ટાલના વધુ પડતા સેવનથી ડ્રેસ સિન્ડ્રોમ જેવી ગંભીર એલર્જી વધી શકે છે. આ આખા શરીરને અસર કરી શકે છે જેના કારણે સમસ્યાઓ વધશે.

એલર્ટ ૩૦ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું છે કે “આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને દર્દી-ગ્રાહકોને શંકાસ્પદ દવાના ઉપયોગ સાથે સંકળાયેલ ઉપરોક્ત પ્રતિકૂળ પ્રતિક્રિયાઓની શક્યતા પર નજીકથી દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવે છે. આઈપીસીએ સલાહ આપી છે કે જો મેફ્ટાલ દવાના સેવનથી કોઈ પ્રતિકૂળ અસર જોવા મળે છે, તો તેમને તરત જ તેને ખાવી બંધ કરી દેવી જોઇએ.

જો કે, ડોકટરો કહે છે કે આવી પ્રતિકૂળ અસરો ખૂબ જ દુર્લભ છે. ડાક્ટરોના કહેવા પ્રમાણે કોઈ પણ દવાનું રિએક્શન અલગ અલગ દર્દીઓ માટે અલગ-અલગ હોય છે. કોઈપણ રીતે ડાક્ટર દર્દીને માત્ર ખૂબ મર્યાદિત માત્રામાં સ્ીકંટ્ઠઙ્મ લેવાનું પ્રિÂસ્ક્રપ્શન આપે છે. આમ છતાં જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આ દવાનું વધુ પડતું સેવન કરે છે તો તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મેફ્ટાલ ભારતમાં મેડિકલ સ્ટોર્સ પર વ્યાપકપણે ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે તેને ખરીદવા માટે કોઈ ડોક્ટરના પ્રિÂસ્ક્રપ્શનની જરૂર નથી. આ દવા કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી સરળતાથી ખરીદી શકાય છે.

તેથી, શરીરમાં કોઈપણ પ્રકારની પીડાની સ્થિતિમાં લોકો મેફ્ટાલ ખરીદે છે અને તેનું સેવન કરે છે. લોકો પીરિયડના દુખાવા, માથાનો દુખાવો અને સ્નાયુ અને સાંધાના દુખાવા માટે તેનો ઉપયોગ કરે છે. જો બાળકોને વધુ તાવ આવે છે તો તેના માટે પણ ડોક્ટર મેફ્ટાલ આપે છે. તેમાં મેફેનામિક એસિડ હોય છે જેના વિવિધ ઉપયોગો છે. મેફ્ટાલનો વધુ પડતો ઉપયોગ ડ્રેસ સિન્ડ્રોમને વધારે છે. આ એક એલર્જીક પ્રતિક્રિયા છે, જે લગભગ ૧૦ ટકા લોકોને અસર કરે છે. દવાઓથી થતી આ એલર્જી ક્યારેક ખતરનાક સાબિત થાય છે. તેમાં તાવ, ત્વચા પર ફોલ્લીઓ, લિમ્ફેડેનોપથી, રક્ત સંબંધિત સમસ્યાઓ અને કેટલીકવાર આંતરિક અવયવોને પણ અસર થાય છે. તેની અસર ખાસ કરીને બે થી આઠ અઠવાડિયામાં જોવા મળે છે. તેથી તે જીવલેણ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.