Western Times News

Gujarati News

કોણ છે કોંગ્રેસના સાંસદ જેના ઘરે તિજોરીમાંથી 200 કરોડ રોકડ રકમ મળી?

કોંગ્રેસના સાંસદના ઘરેથી કરોડો રૂપિયા પકડાતા PM મોદીએ કહ્યુ ‘એક એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે’

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના પાસેથી 157 શુટકેસ અને કોથળા ભરી ભરીને 200 કરોડથી વધુ માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી. સાંસદ ધીરજ સાહુએ આ રૂપિયા વિવિધ કબાટમાં સંતાડેલા હતા.

નવી દિલ્હી, ઝારખંડના કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદના ઘરે આવકવેરા વિભાગે દરોડો પાડી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવતાં દેશભરના રાજકારણમાં સનસનાટી મચી ગઈ છે.

કોંગ્રેસના વધુ એક નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જતાં ભાજપના નેતાઓએ કડક આલોચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્‌વીટ કરી સ્પષ્ટપણે જણાવ્યું છે કે, એક એક પૈસો પાછો આપવો પડશે. તેનો અર્થ એ છે કે, ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા પરત કરવા પડશે.

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી, આવકવેરા વિભાગે કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કરોડો રૂપિયા સાંસદે કબાટમાં છુપાવીને રાખ્યા હતા. પાંચ-છ કબાટોમાંથી ૨૨૦ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ આ અંગે ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ એક્સ-પોસ્ટમાં કહ્યું, “એક એક પૈસો પાછો આપવો પડશેપ આ મોદીની ગેરંટી છે.”

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી કરોડો રૂપિયાની જપ્તી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિપ્પણી કરી છે. ઁસ્એ તેમની ઠ પોસ્ટમાં એક સમાચાર શેર કર્યા છે, “દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓની ઈમાનદારીના ‘ભાષણો’ સાંભળવા જોઈએપ જનતા પાસેથી જે લૂંટાઈ છે તેનો એક-એક પૈસો પાછો કરવો પડશે, આ મોદીની ગેરંટી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે આવકવેરા વિભાગે, ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર અને વ્યવસાયિક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ૧૫૭ શુટકેસ અને કોથળા ભરી ભરીને ૨૦૦ કરોડથી વધુ માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી. સાંસદ ધીરજ સાહુએ આ રૂપિયા વિવિધ કબાટમાં સંતાડેલા હતા.

ધીરજ સાહુની કોંગ્રેસના નેતા છે. ઝારખંડથી ધીરજ સાહુ રાજ્યસભા માટે ચૂંટાયેલા છે. ધીરજ સાહુ એક મોટા વ્યવસાયકાર છે. સાહુ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ પણ, કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ સાહુનો પરિવાર શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છે. ૧૯૭૭માં ધીરજે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જૂન ૨૦૦૯માં ધીરજ સાહુ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.