Western Times News

Gujarati News

સરકારી નોકરીમાં પતિ-પત્નીનું એક સ્થળે પોસ્ટિંગ અધિકાર નથી

લખનઉ, હાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને પોસ્ટિંગ મળે તેના પર વિચાર કરવામાં આવી શકે પણ આ કોઈ અબાધિત અધિકાર નથી.
કોર્ટે કહ્યું કે બંનેની એક જ જગ્યાએ પોસ્ટિંગ ત્યારે જ સંભવ હોય છે જ્યારે વહીવટી જરૂરિયાતોને કોઈ નુકસાન ન થતું હોય. આ ટિપ્પણીઓ સાથે કોર્ટે બેઝિક શિક્ષણ વિભાગની ટ્રાન્સફર નીતિમાં હસ્તક્ષેપનો ઈનકાર કરી દીધો હતો.

આ ચુકાદો જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની સિંગલ બેન્ચે સેંકડો સહાયક અધ્યાપકો તરફથી દાખલ કુલ ૩૬ અરજીઓ પર એકસાથે સુનાવણી કરતાં આપ્યો હતો. અરજીમાં કહેવાયું હતું કે તેમના જીવનસાથી નેશનલાઈઝ બેન્કો, એલઆઈસી, વીજવિતરણ એકમો, એનએચપીસી, ભેલ, ઈન્ટરમીડિયેટ કોલેજ, પાવર કોર્પોરેશન તથા બાળ વિકાસ પ્રોજેક્ટ વગેરેના પબ્લિક સેક્ટરમાં તહેનાત છે.

અરજદારોની પોસ્ટિંગ તેમના જીવનસાથીઓથી અલગ સ્થળોએ કરવામાં આવી છે.
અરજદારોએ સમાનતાના અધિકારોના ઉલ્લંઘનનો હવાલો આપી એક જ જગ્યાએ પોસ્ટિંગ આપવાની માગ કરી હતી.

કોર્ટે તેના વિસ્તૃત ચુકાદામાં કહ્યું હતું કે સરકારની નીતિમાં કોઈ અનિયમિતતા કે ગેરકાયદેસરતા નથી. કલમ ૨૨૬ની શક્તિઓનો ઉપયોગ કરી સરકાર કે બોર્ડને પોલિસી બનાવવાનો આદેશ ન આપી શકાય અને ન તો ઉપરોક્ત પબ્લિક સેક્ટરના કર્મચારીઓને સરકારી સેવામાં કાર્યરત માની શકાય. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.