અમૃતા અરોરાને બહેનપણીનો પતિ ગમી ગયો તો કરાવ્યા છૂટાછેડા
મુંબઈ, નાના શહેરોમાંથી માયા નગરી મુંબઈ માં કારકિર્દી બનાવવાની ઈચ્છા સેંકડો યુવાનોને મુંબઈ પોતાની તરફ ખેંચે છે. બોલિવૂડમાં કેટલાક કલાકારોના સપના પૂરા થાય છે તો કેટલાક અંધકારની ગર્તામાં ખોવાઈ જાય છે.
ઘણીવાર એવું બને છે કે અભિનેતા તેની ફિલ્મો દ્વારા નહીં પરંતુ તેના અંગત જીવન દ્વારા લાઇમલાઇટમાં આવે છે અને પ્રખ્યાત બને છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવીશું જેનું પાકિસ્તાની ક્રિકેટર સાથે અફેર હતું.
પરંતુ વાત લગ્ન સુધી પહોંચી ન હતી, ત્યારબાદ તેણીનું પોતાની એક બહેનપણીના પતિ સાથે અફેર હતું અને પછી એ જ સૌતન બની ગઈ. તમને આટલું જાણીને ઘણી ઉત્સુકતા થઈ હશે કે કોણ છે એ અભિનેત્રી, જે પોતાના મિત્રની જ સૌતન બની ગઈ? મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ એક્ટ્રેસ પ્રેગ્નન્ટ થયા બાદ ૭ લગ્નનાં ફેરા પણ ફરી ચૂકી છે
. આજે આ અભિનેત્રી ફિલ્મોથી દૂર છે, છતાં પણ ચર્ચામાં રહે છે. દરેક બોલિવૂડ ફેન્સ મલાઈકા અરોરાને જાણે છે, જે ફેશન દિવા તરીકે જાણીતી છે. તેણીએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા અને લગ્નના ઘણા વર્ષો પછી તેઓએ છૂટાછેડા પણ લીધા.
પરંતુ, આજે આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે છે મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા. અમૃતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે પોતાની કારકિર્દીના બળ પર સ્ટારડમ હાંસલ કરવામાં સફળ રહી ન હતી. ૧૯૮૧માં જન્મેલી અમૃતા અરોરાએ તેની બહેન મલાઈકાની તર્જ પર વીડિયો જાેકી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અમૃતાએ ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. ત્યારપછી અમૃત પોતાની અંગત જિંદગીને લઈને સતત સમાચારોમાં રહી હતી.
વર્ષ ૨૦૦૪માં પાકિસ્તાનમાં રહેતા ઈંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન સાથે અમૃતાના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ઉસ્માન ક્રિકેટ મેચ રમવા માટે ભારત આવ્યો હતો અને અહીં જ તેની મુલાકાત અમૃતાને થઈ હતી, જે બાદ બંનેનું અફેર હતું.
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમૃતાએ સ્વીકાર્યું હતું કે તે ઉસ્માનને પ્રેમ કરે છે. વધુમાં કહ્યું કે ઉસ્માનના કારણે જ તેનો બીજાે પ્રેમ ક્રિકેટ બન્યો. ઉસ્માન ભારતમાં ખૂબ જ હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં હાજરી આપતો હતો. અમૃતા પણ ત્યાં જતી.
આ સાથે ઉસ્માનનો ભાઈ બોલિવૂડમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અમૃતા પણ તેને મદદ કરતી હતી. હવે અમે તમને અમૃતાના લગ્ન વિશે જણાવીએ, જેના વિશે તે સમાચારોમાં હતી. અમૃતાએ વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન શકીલ લડાક સાથે લગ્ન કર્યા હતા.
શકીલ કોલેજકાળથી અમૃતાનો મિત્ર હતો. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા અને શકીલે અમૃતા પહેલા જ લગ્ન કરી લીધા હતા.
વર્ષ ૨૦૦૫માં શકીલ સાથે અમૃતાની મિત્રતા ઘણી વધી ગઈ હતી. આ પછી શકીલના લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગી. ૨૦૦૮માં શકીલે તેની પત્ની નિશા સાથે છૂટાછેડા લીધા અને બીજા વર્ષે અમૃતા સાથે લગ્ન કરી લીધા હતા. SS1SS