Western Times News

Gujarati News

ગગનયાન મિશન પહેલા ISRO મહિલા રોબોટ મોકલશે

નવી દિલ્હી, ચંદ્રયાન-૩ મિશનની અપાર સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સી સતત નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, પહેલા ISROએ સૂર્ય મિશન માટે આદિત્ય એલ-૧ લોન્ચ કર્યું. હવે ISRO ધ્યાન માનવ મિશન ગગનયાન પર છે. આ મિશન હેઠળ અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવશે તે ભારતના પ્રથમ માનવ મિશન માટે રિહર્સલ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. ગગનયાન મિશનની તૈયારી માટે ISRO લાંબા સમયથી કામ કરી રહ્યું છે.

આ શ્રેણીમાં મહિલા રોબોટ વ્યોમમિત્રને અવકાશયાન દ્વારા અવકાશમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે બુધવારે જણાવ્યું હતું કે, ભારત માનવ મિશન પહેલાં મહિલા રોબોટિક અવકાશયાત્રી વ્યોમમિત્ર ને અવકાશમાં મોકલશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક ખાનગી ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. ૈંજીઇર્ંનું મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માનવ અવકાશ ઉડાનમાં ભારતની ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે તૈયાર છે.

માનવ સહિત મિશન પહેલા ISROએ આવતા વર્ષ માટે મહિલા રોબોટ અવકાશયાત્રી વ્યોમમિત્ર ને લઈ જતી પરીક્ષણ ફ્લાઇટનું આયોજન કર્યું છે. અંતરિક્ષ તેમજ સમુદ્રમાં ભારતની તાકાત વધારવા માટે ISROએ ડીપ સી મિશન માટે તૈયારી કરી છે જે આગામી ત્રણ-ચાર વર્ષમાં પૂર્ણ થશે. આ મિશન દ્વારા ISRO ઊંડા સમુદ્રના સંસાધનોની શોધ કરશે. જેથી ભારતની શક્તિ માત્ર બાહ્ય અવકાશમાં જ નહીં પરંતુ સમુદ્રના ઊંડાણમાં પણ જોવા મળશે.

ડૉ. સિંઘે જાહેર કર્યું કે, ભારતનું અવકાશ ક્ષેત્ર ઝડપી વિકાસના માર્ગ પર છે અને કહ્યું કે, દેશનું અવકાશ અર્થતંત્ર જેનું મૂલ્ય હાલમાં સાધારણ $૮ બિલિયન છે, તે ૨૦૪૦ સુધીમાં પ્રભાવશાળી ઇં૪૦ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. તેમણે સ્પેસ સ્ટાર્ટઅપ્સમાં ખાનગી રોકાણ આકર્ષવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો જેણે આ નાણાકીય વર્ષ એપ્રિલથી સામૂહિક રીતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા છે.

મંત્રીએ ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુધારાઓને શ્રેય આપ્યો. ૨૦૧૪માં માત્ર એક સ્ટાર્ટઅપથી દેશમાં હવે ૧૯૦ સ્પેસ સ્ટાર્ટઅપ્સ છે. ISRO ભારતની અગ્રણી અવકાશ એજન્સી ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા વિદેશી આવક કમાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આજની તારીખે તેણે ૪૩૦થી વધુ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે, જે નોંધપાત્ર આવક પેદા કરે છે. યુરોપિયન સેટેલાઇટથી ૨૯૦ મિલિયન યુરોથી વધુ અને અમેરિકન સેટેલાઇટથી ૧૭૦ મિલિયન યુએસ ડોલરથી વધુની કમાણી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.