Western Times News

Gujarati News

૭૨૫ કરોડ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સ બ્રાન્ડવેલ્યુમાં ટોચ પર

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે.

આ ઓક્શન માટે તમામ ૧૦ ફ્રેન્ચાઈઝી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે એક મોટી માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. તેણે બ્રાંડ વેલ્યુના આધારે તમામ ૧૦ ટીમોની રેન્કિંગ વિશે જણાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સની બ્રાંડ વેલ્યુ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છે.

મુંબઈ ઇન્ડિયન્સની બ્રાંડ વેલ્યુ આશરે ૭૨૫ કરોડ રૂપિયા છે. મુંબઈની ટીમ અત્યાર સુધી પાંચ વખત આઈપીએલચેમ્પિયન રહી ચુકી છે. પરંતુ ગત સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સને પ્લેઓફમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ બાદ બ્રાંડ વેલ્યુના મામલે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે. ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે ૬૭૨ કરોડ રૂપિયા છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પણ પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે.

આઈપીએલની ટીમોની બ્રાંડ વેલ્યુ
મુંબઈ ઇન્ડિયન્સ – ૭૨૫ કરોડ રૂપિયા (૮૭ મિલિયન ડોલર)
ચેન્નઈ સુપર કિંગ્સ – ૬૭૨ કરોડ રૂપિયા (૮૦.૬ મિલિયન ડોલર)
કોલકાતા નાઈટ રાઈડર્સ – ૬૫૫ કરોડ રૂપિયા (૭૮.૬ મિલિયન ડોલર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ૫૮૨ કરોડ રૂપિયા (૬૯.૮ મિલિયન ડોલર)
ગુજરાત ટાઈટન્સ – ૫૪૫ કરોડ રૂપિયા (૬૫.૪ મિલિયન ડોલર)
દિલ્હી કેપિટલ્સ – ૫૩૭ કરોડ રૂપિયા (૬૪.૧ મિલિયન ડોલર)
રાજસ્થાન રોયલ્સ – ૫૨૧ કરોડ રૂપિયા (૬૨.૫ મિલિયન ડોલર)
સનરાઈઝર્સ હૈદરાબાદ – ૪૦૧ કરોડ રૂપિયા (૪૮.૨ મિલિયન ડોલર)
લખનઉ સુપર જાયન્ટ્‌સ – ૩૯૧ કરોડ રૂપિયા (૪૭ મિલિયન ડોલર)
પંજાબ કિંગ્સ – ૩૭૭ કરોડ રૂપિયા (૪૫.૩ મિલિયન ડોલર) SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.