Western Times News

Gujarati News

અમદાવાદમાં અકસ્માતોની હારમાળાઃ નારણપુરા જમાલપુરમાં વૃદ્ધા સહીત બેનાં મોત

પુરઝડપે ચાલતી કારે ટક્કર મારતા વૃદ્ધા કાર અને બસ વચ્ચે ચગદાઈઃ એપીએમસીનો મંજુર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું

અમદાવાદ: શહેરનાં પોશ વિસ્તારમાં આવેલા અતિ વ્યસ્ત રહેતા પાંજરાપોળ ચાર રસ્તા ખાતે થોડાં દિવસ પહેલા ટુંકાગાળામા જ બે ગંભીર અકસ્માત થયા હતા જેમાં બુ યુવાનો અને એક મહીલા સહીત ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા આ ઉપરાંત અવારનવાર અન્ય વિસ્તારોમા પણ અકસ્તોની ઘટના બનતા લોકોમા આક્રોશ ફેલાયો છે અને બેદરકારી પૂર્વક વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ તંત્ર દ્વારા તુરત કાર્યવાહી કરવામા આવે તેવી માગ ઉઠી છે

હજુ આ ઘટનાઓ તાજી જ છે ત્યા જ આજે સવારે નારણપુરા વિસ્તારમાં જય મંગલ ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમા એક વૃદ્ધ ઘટના સ્થલે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યુ છે. બેફામ સ્પીડે આવી રહેલી કારે ટક્કર મારતાં વૃદ્ધા કાર અને સ્કુલ બસની વચ્ચે આવી જતા કરુણ મોત નીપજ્યુ છે જ્યારે જમાલપુર ચાર રસ્તા ઉપર આવેલી ફાયર બ્રિગેડ નજીક એપીએમસીમાંથી કામ કરીને નીકળતા એક મજુર ઉપર ટ્રક ફરી વળતા તેણે જીવ ખોવાનો વારો આવ્યો છે આ બંને ઘટનાના સમાચાર મળતા જ પોલસી તુરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલ્યા બાદ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બીજી તરફ સતત અકસ્માતોની હારમાળા સર્જાતા નાગરીકોમા પણ રોષ ફાટી નીકળ્યો છે.


નારણપુરામાં જય મંગલ ચાર રસ્તા નજીક આવેલા સમર્પણ ફલેટસમાં રહેતા વૃદ્ધા હંસાબેન દિપકભાઈ સંધવી સવારે સાડા છ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી દુધ લેવા જતા હતા એ સમયે એક સ્કુલ બસ ત્યા બાળકોને લેવા ઉભી રહી હતી એ સમયે સાહીઠ વર્ષીય હંસાબેન સ્કુલ બસની પાછળથી નીકળવા જતા હતા એજ વખતે પુર પાર ઝડપે આવેલી વેગન આર કારે ઘડાકા ભેર હંસાબેનને ટ્‌કકર મારી હતી.

કારની સ્પીડ એટલી વધુ હતી કે કારનો આગળથી ભુક્કો બોલી ગયો હતો જ્યારે વૃદ્ધા હંસાબેન કાર અને સ્કુલ બસ વચ્ચે ચગદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યુ હતુ ઘટના બાદ રાહદારી ઓ એકત્ર થતા ચાલક તરુત જ ત્યાથીફરાર થઈ ગયો હતો.

જ્યારે જાણ થતા જ બી ડીવીઝન ટ્રાફીક પોલીસ પણ નારણપુરામાં અકસ્માતના સ્થળે પહોચી ગઈ હતી આ અંગે બી ડીવીઝન પીઆઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે વહેલી સવારે સાડા છ થી સાત વાગ્યા દરમિયાન અકસ્માતની ઘટના બની છે.

પુરગતિમાં આવતી કારે અકસ્માત સર્જાયાનું ઘટના સ્થળ પરથી ખ્યાલ આવે છે ફરાર કારચાલક ધરપકડ બાદ વધુ હકીકત જાણી શકાશે બીજી તરફ એક સ્થાનિક રહીશે ત્યા આગળ કામ ચાલતુ હોવાથી થોડા સમયથી ટ્રાફીકની સમસ્યા વકરી હોવાનુ જણાવ્યુ હતુ અકસ્માતમાં પગલે સ્કુલ બસમા રહેલા બાળકો પણ ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરી હતી. જ્યારે અવારનવાર બનતા નાના મોટા અકસ્માતોને કારણણે રહીશો પણ રોષે ભરાયા છે.

જ્યારે બીજા અકસ્માત જમાલપુર ચાર નજીક આજે સવારે બન્યો હતો જમાલપુર એપીએમસી શાક માર્કેટમાં કામ કરતો એક મજૂર વહેલી સવારે માર્કેટમાંથી નીકળીને જઈ રહ્યો હતો એ જ વખતે ટ્રકે તેને ટક્કર મારતાં મજુર નીચે પડ્યો હતો અને ટ્રકના ટાયર તેના પરથી ફરી વળ્યા હતા જેના પગલે એપીએમસી માર્કેટમાં કામ કરતા તમામ મજુરો દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થલે તપાસ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલકને પકડી લેવાયો છે કે કેમ એ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

આજે વહેલી સવારે બે અકસ્માતમા બે વ્યક્તિઓના મૃત્યુ થતા હવે ફરી એક વખત લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. અકસ્માતે હાર માળા સર્જાતા નાગરીકો ખાસ કરીને વૃદ્ધો તથા બાળકો પોતાને સુરક્ષીત નથી અનુભવી રહ્યા

કરોડો રૂપિયાના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા અને સ્પીડ મોટરની વાતો ફરી એક વખત પોકળ સાબિત થઈ છે જ્યારે છાશવારે વાહનો ઉઠાવતા અને મોટા દંડ ફટાકારનાર પોલીસ તંત્ર બેફામ ગતતિ એ કાર ચલાવતાં ચાલકોને રોકવામા નિષ્ફળ ગયુ છે તેમ લોકોમા ચર્ચા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.