Western Times News

Gujarati News

જાન્યુ.માં ભાજપનું ઓપરેશન લોટસ પાર્ટ ૨ શરૂ થશે

અમદાવાદ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ અગાઉ ગુજરાતમાં ભાજપે ‘ઓપરેશન લોટસ’ શરૂ કરી દીધું છે. ગઇકાલે કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જાેડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.

અગાઉ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ રાજીનામું આપીને ભાજપમાં જાેડાઇ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ કર્યો હતો કે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ૫ લાખ મતની લીડથી જીતવી છે.

ટાર્ગેટ એવો છે કે, વિપક્ષના લોકોને ભાજપમાં જાેડવા પડશે. કારણકે દરેક લોકસભા બેઠકમાં અંદાજિત ૮.૫ લાખથી ૯ લાખ જેટલા મત છે. તેમાં ૫ લાખની લીડ મેળવવી એટલે ત્રણ ભાગના મત ભાજપને મળે તો શક્ય છે.

૫ લાખની લીડનો સંકલ્પ પૂર્ણ કરવા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન લોટસ બે તબક્કામાં પાર પડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પહેલો તબક્કો ગયા સપ્તાહથી શરૂ થયો છે. પહેલા તબક્કામાં વિપક્ષના સીટિંગ એમએલએને રાજીનામા આપવી ભાજપમાં જાેડાવાનું આયોજન છે.

ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજાે તબક્કો શરૂ થશે. જેમાં વિપક્ષના તાલુકા – જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપમાં ભેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાન્યુઆરીમાં અંત સુધીમાં આ તબક્કો પણ પૂર્ણ કરવામાં આવશે. તાલુકા-જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્યોને ભાજપમાં જાેડવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોની જેમ પૂર્વ ધારાસભ્યોની કમલમમાં વેલકમ પાર્ટી થશે. કોંગ્રેસના પૂર્વ સાંસદો પણ ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં જાેડાશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ.

આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું.

આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે.

કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. ૧૯૯૦ બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની ૩૭૧૧ મતોથી જીત થઈ હતી.

ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ ૧૯૯૦ બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.