હાર્ટ એટેક આવવાની શરુઆત કે પછી શું કાળજી લેશો?
હૃદયમાં લોહી નું વહન કરનારી ધમની કે જે હૃદયમાંથી બહાર નીકળે છે તે હૃદય ની દીવાલો, મગજ અને આખા શરીર માં શુધ્ધ લોહી પૂરું પાડે છે તે ધમની જે હૃદય ની દીવાલો ને લોહી પૂરું પાડે છે તેમાં બ્લોકેજ થવાથી હ્રદય નો દુઃખાવો થાય છે જેને coronary thrombosis કહે છે તથા હૃદય માં જયારે તીવ્ર દુખાવો થાય છે – સોંય ભોંક્યા જેવી પીડા થાય છે
તેને M.I. એટલે કે Myocardial Infraction કહે છે જેને આયુર્વેદ દ્રષ્ટિ એ કૃમિ જ હૃદય રોગ કહી શકાય. મહર્ષિ ચરક હૃદયરોગ ના વાતજ, પિતજ, કફજ, ત્રિદોષ જ અને કૃમિ જ હૃદયરોગ એમ પાંચ પ્રકાર કહે છે. આજે જોવા મળતા હાર્ટ એટેક ના દર્દીઓમાં દર્દીને છાતી માં તીવ્ર દુખાવો થઇ ને ડાબી બાજુ હાથ, ગળું, પીઠ અને પેટ માં હૃદય તરફ ની બાજુ દુખાવો થાય છે, આરામ પણ ન કરી શકે, છાતી માં બળતરા અને ઉલટી થઇ આવે, પરસેવો ખુબ થાય અને બીપી એકદમ ઘટી જાય, હૃદય ના ધબકારા વધી જાય છે.
હાર્ટ એટેકમાં બહુ નુકસાન ન થયું હોય, થોડું નુકસાન થયું હોય, કે સહેજ પણ નુકસાન થયું ન હોય ત્યાર પછીના એટેકને રોકવો એ તમારું મુખ્ય કામ છે. આ માટે પણ આહાર-વિહાર અને ઔષધ ખૂબ જ જરૂરી છે. આહારઃ-જો શરીરમાં ચરબી સારા પ્રમાણમાં હોય તો બાફેલાં શાકભાજી, આવતા–જતા તલના તેલમાં વઘારેલાં શાકભાજી લેવાં જોઈએ. બાકીના બધાં તેલ ચરબી વધારશે,
અથવા હૃદયને ફાયદાકારક અને નુકસાનકર્તા બંને (પોલી અને અન સેચ્યુરેટેડ ફેટ)ને ઘટાડે છે. જે છેલ્લે બહુજ નુકસાનકારક ગણાય છે. અમ્લરસ હૃદયને હિતકારી છે. માટે વધુ વજનવાળાએ થોડા ગરમ પાણી અને તેમાં લીંબુનાં ટીપાં નાખી લેવાં જોઈએ. માઈલ્ડ લીંબુનું સરબત ચાલે. મોળી છાસ ચાલે, ગાયનું ઘી ૧૦ ગ્રામ જેટલું રોટલીમાં ચોપડી શકાય-લગાવી શકાય. આંબાનો રસ (જો ૠતુ હોય તો),
એકાદ કણ મીઠું અને મધ મેળવી લેવું સારું. ટૂંકમાં થોડા પ્રમાણમાં ખટમીઠ્ઠાં ફળોનો રસ (જમ્યા પછી, બપોર પછી) લઈ શકાય. સવારમાં પલાળેલા, બાફેલા કઠોળ થોડુંક લીંબુ નીચોવીને લઈ શકાય. બપોરે ભૂખ પ્રમાણે દાળભાત, શાક અને સાંજે મલાઈ વગરનું દૂધ, રોટલી, તલનું તેલ નાંખેલી ખીચડી લઈ શકાય.વિહારઃ- વ્યાયામ-કસરત હૃદયરોગના હુમલા પછી ખરેખર કોઈ નુકસાન ન થયું હોય તો વ્યાયામ-કસરત એ શ્રેષ્ઠ સારવાર છે. આમાં યોગનાં આસન ઉત્તમ છે. માત્ર ત્રણ આસનો આમાં બહુ જ મદદ કરી શકે છે. પવનમુક્તાસન, સર્વાંગાસન અને શવાસન..
રોજ આવી ક્રિયા પાંચેક વખત કરો પછી પાંચ મિનિટ શવાસન કરો. આ કસરતો વાસ્તવમાં યોગાસનો પછી પ્રાણાયામ, ધ્યાન પણ હૃદયને બહુ જ મદદ કરે છે. અનુભવ આજે ઘણા તબીબ મિત્રો કહે છે કે, અમને એટેક ની તકલીફ છે ક્યારેક ચાલવા થી શ્વાસ ચડે, છાતી માં દુખાવો થયો હોય તપાસ કરતા ખબર પડે કે હાર્ટ બ્લોકેજ છે, ઓપરેશન ની સલાહ મળે છે ત્યારે અમે પણ અમારી ડીસ્પીરીન જેવી ટીકડી ની સાથે અર્જુન છાલનું ચૂર્ણ પાણી કે દૂધ સાથે સવારે –
સાંજે નિયમિત લઈએ છીએ . તો કેટલાક વર્ષ થઇ ગયા હજુ અમને દુખાવો કે શ્વાસ રોગ થયો નથી, ગભરામણ કે બળતરા કે સોંય ભોંક્યા જેવી વેદના થઇ નથી અને ચાર દાદરા ચડી જઈએ છીએ, અહી એમની ડીસ્પીરીન નો ફાળો ઓછો અને અર્જુન છાલ ના કારણે વધુ લાભ થયો છે તેવું ચોક્કસ થી સૌ સ્વીકારી રહે છે, આયુર્વેદ માં અર્જુન છાલ ઉપરાંત ચોક્કસ નિદાન ના આધારે કૃમિ દૂર કરનાર લસણ, ખાખરા નાખી જ , વાવડીંગ, ઇન્દ્રજાવ, કમ્પીલક, આદુ , સુંઠ, હળદર, ત્રિફળા ઉપરાંત હૃદય ને બળ આપનાર પંચગવ્ય, સુવર્ણ, મધ, મરી અને દશમૂલ જેવી અનેક વિવિધ ઔષધીઓ નિષ્ણાત વૈધ અભ્યાસ અને અનુભવ થી આપે છે.
હા, હૃદયરોગના એટેકમાં જો હૃદયને નુકસાન થયું હોય, તો પછી તે નુકસાન કેટલું છે તેના આધારે યોગાસન અને ચાલવા જેવી કસરતો ગોઠવવી પડે. હા, શવાસન, પ્રાણાયામ અથવા ડીપબ્રીધ કે ધ્યાન ગમે તેવા હૃદયરોગમાં ફાયદો કરે છે. બાકી એક દાખલો એક બેન સ્મિતાબેન મારી પાસે આવ્યા જેમને મૂળ તો સ્તનનું કેન્સર હતું તેની સારવાર ચાલતી હતી. પરંતુ તે સારવારે તો ચમત્કાર સર્જયો. તેને હૃદયરોગમાં વાલ્વ, દિવાલ અને અનિયમિતતા સહિત અનેક ખામીઓ હતી. હૃદયરોગની દવાઓ ચાલુ હોવા છતાં તે જ સ્થિતિ હતી. તે આયુર્વેદની દવા પછી માત્ર એકાદ ખામી રહી. બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું, ડાયાબીટીસ પીપીબીએસ ૨૦૦એ પહોંચી ગયું. સ્તન કેન્સરમાં ઘણોજ ફાયદો થયો.
દશ મારક રોગોમાં આજે પણ હૃદયયોગ પ્રથમ સ્થાને છે. બીજા રોગો આગળ પાછળ જાય છે. કૅન્સર મારક રોગોમાં નવમું સ્થાન ધરાવતો હતો. તે આજે બીજા સ્થાને આવીને બેસી ગયો છે, પણ હૃદયરોગે પોતાનું એક નંબરનું સ્થાન ક્યારેય ગુમાવ્યું નથી. અહીં એક વાત ભારપૂર્વક કહેવા માગું છું હૃદયરોગ એટલે કોઈપણ કારણથી થયેલ હૃદયરોગ. ઘણા હૃદયરોગના હુમલાને પણ હૃદયરોગમાં ખપાવી નાખે છે.
હૃદયરોગનો હુમલો મુખ્યત્વે એક જ કારણથી આવે છે. જેમાં હૃદયને લોહી આપનાર નળીઓ – હાર્દિકી ધમનીઓ –માં અવરોધ (કોરોનરી આર્ટરી ડીસીઝ) થતાં હૃદયરોગનો હુમલો આવે છે. આ હુમલો હૃદયરોગમાં ફેરવાય ખરો અને ન પણ ફેરવાય. જો આ હુમલાને કારણે હૃદયની કોઈ દિવાલને નુકસાન થાય તો ત્યારબાદ રોગી, હૃદયરોગી કહેવાય છે. અહીં બીજું એટલું જ રસપ્રદ તારણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે.
આયુર્વેદમાં જે રોગોમાં નામ જે તે રચનાત્મક વિકૃતિ-ઓર્ગેનિક ડીસઓર્ડર સમજવામાં આવે છે. દા.ત. હૃદયરોગ એટલે હૃદયની દિવાલો, વાલ્વ કે ધમનીઓમાં જોવા મળતી ખરાબી. શિરોરોગ મગજ, તેનાં અંગોપાંગ , ધમનીઓની રચનાત્મક વિકૃતિ સમજવામાં આવી છે . હૃદયરોગનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય. એક કારણ દૂરનાં કારણો છે. આયુર્વેદ તેને વિપ્રકૃષ્ટ કારણ કહે છે. અને બીજાં છે નજીકનાં કારણો.
આ કારણો સંત્રિકૃષ્ટ કારણો કહેવાય છે. અત્યારનું વિજ્ઞાન દૂરનાં કારણો બતાવતાં કહે જે હૃદયરોગનો હુમલો લાવી – પાછળથી હ્રદયરોગ કરે છે. વ્યવહારમાં જોવા માટે ઘણાં કારણો બતાવવાનાં છે. જેમકે વધુ પડતું વજન, ધુમ્રપાન, દારૂ, લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું, બેઠાડુ જીવન, ચિંતા અને માનસિક તાણ અને ડાયાબીટીસનું હોવું મુખ્ય માનવામાં આવે છે. યાદ રાખો અત્યારના વિજ્ઞાનમાં આ કોઈ કારણો સામૂહિક કારણોને હ્રદયરોગ નું મુખ્ય કારણ ગણવાનું વલણ નથી. આ બધાં જોખમી પરિબળો છે –
રિસ્ક-ફેક્ટર્સ. આ બધા લોહીની નળીઓ, હૃદયને લોહી પહોંચાડતી નળીઓને ચરબીથી અવરોધે છે. હૃદયરોગનો હુમલો આવી શકે છે. દૂરનાં કારણોની જેમ આયુર્વેદમાં નજીકનાં કારણો બહુ જ સ્પષ્ટ બતાવ્યાં છે. યાદ રાખો આયુર્વેદ આ કારણો જ ગણે છે, રિસ્ક ફેક્ટર્સ નહીં. હૃદયરોગનો હુમલો આ માત્ર નિષ્ણાત – વૈદ્ય – ડૉક્ટરનું કામ છે. એટલે તેની સારવાર જાતે ન કરવી જોઈએ . અહીં, યાદ રાખો માત્ર છાતીનો દુઃખાવો એ હૃદયરોગનો હુમલો નથી.
પુષ્કળ પરસેવો થવો શ્વાસ વધી જવો, બહુ જ બેચેની થવી, ઉલ્ટીઓ કે ઝાડા થવા કે હાજત થવી. છાતીની માંસપેશીઓનો દુઃખાવો, ઘણીવાર પેટની ગરબડ વાસ્તવમાં હૃદયરોગ હોય છે. અને છાતીનો દુઃખાવો વાસ્તવમાં તો પેટની ગરબડના કારણે હોઈ શકે. હૃદયરોગની સારવારઃ આમાં હેમગર્ભ, બૃહત વાત ચિંતામણી, બૃહત, કસ્તુરી, ભૈરવ હરિતક્યાદિ ચૂર્ણ , અર્જુનારિસ્ટ જેવી ઘણી દવાઓ છે.
રોગીનો રોગ પ્રકૃતિ , ૠતુ વગેરે મુખ્યત્વે આ રોગનાં લક્ષણોને અનુરૂપ સારવાર કરવી જોઈએ. છાતીમાં બહુ દુઃખાવો હોય તો બૃહત વાતચિંતામણી શ્રેષ્ઠ છે. પણ નાડીની અનિયમિતતા સાથે હૃદયરોગની ફરિયાદો , પેશાબ થોડો આવવો, સાંજે પગે સોજા આવવા, જેમાં હેમગર્ભ રસ શ્રેષ્ઠ છે. આમ રોગની લાક્ષણિકતાને પણ સારવારમાં પ્રાધાન્ય આપવું જોઈએ . હૃદયરોગ ના સામાન્ય લક્ષણો – શરીરનો રંગ બદલાઈ જાય, મૂર્છા કે બેભાનપણું થાય , તાવ, ઉધરસ, હેડકી, શ્વાસ, મોઢામાં બેસ્વાદ પણું , વધુ પડતી તરસ લાગે અને અતિશય ગભરામણ થાય, ઉલટી થયા કરે, કફ વારંવાર બહાર નીકળે, હૃદય માં પીડા થાય, બેચેની થાય ,
કંઈ પણ કામ કરવું ગમે નહિ… આ હૃદય રોગમાં થતા સામાન્ય લક્ષણો છે. જવાહર મોહરા : ઉત્તમ હાટેટોનીક, મસ્તિક પૌષ્ટિક, હૃદયની કમજોરી, હાટેએટેક આવવાની શરુઆત કે બાદમાં, નાડીની કમજોરી, ગભરામણ થવી, રકતદબાણ એકદમ વધી કે ધટી જવું, કમજોરીથી થોડું ચાલવાથી શ્વાસ ભરાઈ જવો, સ્મરણશકિત ઓછી થવી, નકામા વિચારો આવવા, થોડા વિચારથી મગજ થાકી જવું,
વિરોધ થતાં ઉશ્કેરાઈ જવું, ગરમ થવું ગેરે માટે અકસીર દવા.. સુવર્ણ મકરધ્વજવટી : શતગુણ – ઉત્તમ જંતુધ્ન, વિષપભાવ-નાશક, હૃદયને બળ આપનાર, વાણીને સ્થિરને શુદ્ધ કરનાર, પ્રજ્ઞા, વીયે, સ્મરણશકિત અને કાંતિને વધારનાર, ક્ષય, ધાતુક્ષીણતા, જીણેજવર ,ત્રિદોષ જ્ઞાનતંતુની નબળાઈ, વાતવાહિનીઓમાં, ક્ષોભ, ફેફસાની કમજોરી, પેટના રોગો, પાડું, કમળો, પ્રસૂતિના રોગો માટે અકસીર છે.
સુવણે મકરધ્વજવટી : ષોડ્ષગુણ – ઉત્તમ ટોનીક, આંતરડા, ફેફસાં હૃદય, મૂત્રાશય વગેરે અવયવોને શકિત આપે છે અને મગજનાં જ્ઞાનતંતુઓને શકિત આપી યાદશકિત વધારે છે. શરીરનું વજન, બળ અને રંગ ઉધાડે છે. એલોપથીક ઈન્જેક્ષનના રીયેકશન, ઈલેદ્રીકશોક, આકસ્મિક સંજોગોમાં હૃદય નબળું પડતાં, બેહોશી વખતે ગોળી વાટી પ્રવાહી સાથે ગળામાં રેડી દેવું. પેટમાં પહોંચાડવાથી તે જ ક્ષણે રિએક્ષન પાછું પડે છે. દર્દી બચી જાય છે. સચોટ રસાયન છે.
આહારઃ પ્રવાહી ખોરાક, સુપાચ્ય ખોરાક, બાફેલો ખોરાક સારો. મીઠાનું પ્રમાણ ઘટાડો અને આયોડાઇઝડ નમકની જગ્યાએ સિંધાલુણ વાપરો. તળેલું, વાસી, વાલ , વટાણા અને મેંદાની આઈટમો સદંતર બંધ કરો. સૂકા નાળિયેરનું પાણી, માઈલ્ડ લીબુંનું પાણી-શરબત, મોળી છાશ આપી શકાય. મગ, મગનું પાણી શ્રેષ્ઠ છે. વિહાર શક્ય તેટલું બ્રહ્મચર્ય પાળો. નથી .
બહુ મહેનતનું કામ ન કરો, પશ્ચિમના વાદે એ ન ભૂલો કે તેનું મહત્ત્વ તેમ જ બેઠાડુ ન બની જાઓ. શક્ય હોય તો ધીમે ધીમે કામ-આરામ, કામ-આરામનું સૂત્ર અપનાવો. દિવસે ઊંધવાનું નહીં. આરામ કરવાનું રાખો. રાત્રે જાગવાનું છોડો અને ખરેખર જાગરણ થયું હોય તો જમ્યા પહેલાં થોડું ઊંઘી લો .. તમારી કહેવાની ભાગ્યે જરૂર છે કે આયુર્વેદમાં ઉંમર, ૠતુ, જાતીય ઈચ્છા, આહાર એમ ઘણી બાબતો પર આધાર રાખે છે. એટલે એ અર્થમાં બ્રહ્મચર્ય પ્રતિદિન જાતીય વ્યવહારો બંધના અર્થમાં નથી.