Western Times News

Gujarati News

ગૂગલ-માઈક્રોસોફ્ટની AI સ્પર્ધાથી માનવજાત સાવધાન રહેવાની જરૂર

વર્લ્ડ એજ્યુકેશન ઈનોવેશન સમિટમાં એવો સૂર ઉઠ્યો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શિક્ષણની પદ્ધતિના અણધાર્યા પરિવર્તનો આવ્યાં છે

૧૯૬૬માં જર્મન-અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જોસેફ વેઈઝનબોમે દુનિયાનો પ્રથમ ચેટબોટ બનાવ્યો હતો, જેં નામ હતું- એલિઝા. આ પ્રથમ ચેટબોટે એ સમયગાળામાં ભારે ચર્ચા જગાવી હતી. ૧૯૯૫ પછી ટેકનોલોજી અને ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો પછી ચેટબોટનો ઉપયોગ પણ વધ્યો હતો.

ઈ-કોમર્સ કંપનીઓ, ફૂડડિડિલવરી એપ્સ, ટ્રાવેલ એજન્સીઓ, હોટેલ ઈન્ડસ્ટ્રી, એજ્યુકેશન ઇÂન્સ્ટટ્યૂટ વગેરેએ પોતાના વિશે ગ્રાહકોને તુરંત માહિતી મળે તે માટે ચેટબોટનો ઉપયોગ શરૂ કર્યાે. કસ્ટમર સર્વિસ આપવા માટે કોઈ હ્યુમન એજન્ટ ઉપલબ્ધ ન હોય એવા કિસ્સામાં રોબોટ કસ્ટમર સાથે વાત કરીને તેને પ્રાથમિક માહિતી આપે છે. નક્કી કરેલા જવાબો અને નક્કી કરેલી સર્વિસ આપીને આ ચેટબોટ્‌સ હ્યુમન એજન્ટનું ઘણું કામનું ભારણ ઘટાડે છે.

૨૦૧૭માં દુનિયાની ચાર ટકા કંપનીઓ ચેટબોટનો ઉપયોગ કરતી હતી, ૨૦૨૧-૨૨માં આંકડો વધીને ૪૬ ટકા થઈ ગયો છે. ૮૦ ટકા સ્ટાર્ટઅપ કંપનીઓ ગ્રાહકને બેઝિક જાણકારી આપવા ચેટબોટની મદદ મેળવે છે. એક અંદાજ તો એવો છે કે ૨૦૨૪ના અંત સુધીમાં ૨૭૦ કરોડ કસ્ટમર સર્વિસ કલાકો ચેટબોટના કારણે બચી જશે. દુનિયાના ૨૦-૨૨ ટકા ગ્રાહકોની સમસ્યા ચેટબોટના કારણે ઉકેલાઈ જાય છે.

ચેટબોટની આ દુનિયામાં પરિવર્તન આવ્યું ૩૦મી નવેમ્બર-૨૦૨૨ના દિવસે. એ દિવસે માઈક્રોસોફ્ટના ફંડિગથી ઓપન એઆઈ નામની કંપનીએ બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને લોન્ચ કરાયા બાદ કૃત્રિમ બુદ્ધિમત્તાની ચર્ચા નવેસરથી શરૂ થઈ હતી. સર્ચ એન્જિન ગૂગલ સામે રાતોરાત નવો પડકાર સર્જાયો હતો. એક તબક્કે તો દુનિયાભરના ઈન્ટરનેટ યૂઝર્સ માનવા લાગ્યા હતા કે ગૂગલની મોનોપોલી ગણતરીના મહિનાઓમાં ભાંગીને ભૂક્કો થઈ જશે.

પરંતુ ગૂગલે માર્ચ-૨૦૨૩માં એઆઈ ચેટબોટ બોર્ડને લોન્ચ કરીને એઆઈની ઐતિહાસિક સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. બોર્ડ પછી હવે જેમીનીના લોન્ચિંગ બાદ સ્પર્ધા નવી ઊંચાઈએ પહોંચી છે.

ગૂગલે આ એઆઈ સર્વિસના ત્રણ મોડેલ લોન્ચ કર્યા. જેમીની અલ્ટ્રા, જેમીની પ્રો અને જેમીની નેનો.. ટૂંક સમયમાં ્‌બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ આ ટૂલની સર્વિસ ઓફલાઈન પણ લઈ શકશે. ગૂગલના દાવા પ્રમાણે બહુ ગાજેલા ચેટબોટ ચેટજીપીટીથી પણ આ ટૂલ આગળનું વિચારે છે. ચેટજીપીટી માહિતી આપે છે, પણ આ જેમીની ટેકસ્ટ, કોડ, ઓડિયો, વિડીયોને બરાબર સમજી શકે છે એક માણસનું દિમાગ આ બધી બાબતોમાં જે રીતે રિએક્ટ કરે એવી રીતે આ ટૂલ રિએક્ટ કરે છે.

એઆઈના આ સ્પર્ધાત્મક સમયમાં દોહામાં વર્લ્ડ એજ્યુકેશન ઈનોવેશન સમિટ યોજાઈ ગઈ. એમાં એઆઈના ભવિષ્ય અંગે જે વિચારો રજૂ થયા એ ખૂબ અગત્યના હતા. નિષ્ણાંતોએ શિક્ષણના સંદર્ભમાં એઆઈથી કેવું પરિવર્તન આવશે તેના પર વિશેષ ચર્ચા કરી. એનો સૂર કંઈક આવો હતો. એઆઈ ટૂલના કારણે શિક્ષણ અને શીખવાની પદ્ધતિ સમૂળગી બદલાઈ રહી છે.

પરિણામે હવે શિક્ષણની પદ્ધતિ અંગે ફેરવિચારણા કરવી જરૂરી બની ગઈ છે. હવે માત્ર માહિતીલક્ષી શિક્ષણથી કામ નહીં ચાલે. માહિતી તો વિદ્યાર્થીઓ એક ક્લિકમાં મેળવી લેશે. કઈ પ્રોડક્ટ કોણે શોધી છે ? કયો સિદ્ધાંત કોણે આપ્યો છે ? મેથેમેટિક્સની પદ્ધતિઓથી લઈને કોણે શું લ ખ્યું, કેવું લખ્યું, સાહિત્યના પ્રકારની ખાસિયત શું છે ?

એમાં સૌથી વધુ કોણે લખ્યુંથી માંડીને દુનિયાના કયા ખૂણે કેવા લોકો રહે છે ? એ બધું જ એક ક્લિકમાં સ્ક્રીન સામે હાજર થઈ જશે. એવું શિક્ષણ તો એઆઈ ટૂલ્સ આપી દેશે. નવી નવી બાબતો શીખવા માટે પણ એઆઈ ટૂલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આજની તારીખે સેંકડો લોકો યુટ્યુબ વિડીયો જોઈને રસોઈથી સંગીતના પાઠ શીખો લે છે. ગણિત-વિજ્ઞાનના કોયડાથી લઈને વ્યાકરણ ઘરે બેઠા શીખી જાય છે.

ટૂંકમાં, એઆઈથી હવે ક્લાસરૂમના ભવિષ્ય અંગે અત્યારથી વિચારવું પડશે. માનવજાત ટેકનોલોજીના કારણે ઉત્ક્રાંતિના એવા મોડ પર આવીને ઉભી રહી ગઈ છે કે જ્યાંથી કેટલીય બાબતોની ફેરવિચારણા કરવી પડશે. શિક્ષણ મશીનરી પર આધારિત થઈ જશે.

એટલે આપણું જીવન બદલાશે, આપણી કામ કરવાની પદ્ધતિ બદલાશે. આપણી વિચારવાની પદ્ધતિ પણ બદલાશે અને વળી, અનુભવો પણ નવા હશે. માનવ બનવાનો અર્થ શું છે ? ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો ? સારું શું અને ખરાબ શું ? ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો ? સારું શું

અને ખરાબ શું ? ટેકનોલોજીનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો ? ટેકનોલોજી આદત બની ન જાય એ રીતે એનો ઉપયોગ બાળકોને શીખવવો પડશે. એઆઈનો સામનો કરવો ભવિષ્યની પેઢીને તૈયાર કરવી પડશે. ટેકનોલોજીનો દુરુપયોગ રોકવાના પગલાં ભરવાના પડશે અને એ અંગેની પોલિસી બનાવવી પડશે. ટેકનોલોજી કાયમ માનવજાતને ઉપયોગી થતી આવી છે, પરંતુ એનો સમયપૂર્વકનો ઉપયોગ જરૂરી છે.

વાહનો શોધાયાં એમ અકસ્માતો પણ થયા ને અકસ્માતો તો સદીઓ પહેલાં ઘોડા પરથી પડી જવાથી ય થતા હતા. બંદૂકો આવી તો અંધાધૂંધ ગોળીબારો વધ્યા. ને હત્યાઓ તો તલવારોથી પણ થતી હતી. મૂળ મુદ્દો એનો ઉપયોગ કેવી રીતે સભાનતાથી કરવો એ છે. એઆઈને નિયંત્રિત કરીને એનો માનવજાતને સહાય થાય તે માટે કરવામાં આવશે તો આ સૌથી મોટી ક્રાંતિ ગણાશે. માણસે મશીન પાસેથી કામ લેતા શીખવું પડશે. કેટલું, કેવું કામમ કેવી રીતે કરાવવું એ આવડી જશે તો એઆઈ સ્પર્ધક નહીં સહાયક બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.