Western Times News

Gujarati News

“ક્યુંકી સાસ મા બહુ બેટી હોતી હૈં”એ 100 એપિસોડ પૂરા કર્યા!

ઉજવણીનો સમય છે, કેમકે ઝી ટીવીનો પ્રસિદ્ધ શો ‘ક્યુંકી.. સાસ મા બહુ બેટી હોતી હૈં’એ તાજેતરમાં જ 100 એપિસોડનો સફળ સિમાચિન્હ હાંસિલ કર્યો છે. આ શો સપ્ટેમ્બરમાં પ્રસારિત થયો છે અને તેને દર્શકોનો ખૂબ જ પ્રેમ અને વખાણ મેળવ્યા છે. Zee TV : Manasi Joshi Roy and Navika Kotia’s starrer Kyunki Saas Maa Bahu Beti Hoti Hai completes 100 episodes!

આ વાર્તામાં તેના મુખ્ય પાત્ર અંબિકા (માનસી જોશી રોય)ની એક સામાન્ય ધારણાને ખોટી પાડવાના પ્રયાસને સ્પર્શે છે કે, ‘સાસ કભી મા ઔર બહુ કભી બેટી નહીં બન શકતી’. આ દરમિયાન જ તે એક છોકરી કેસર (નવિકા કોટિયા)ને દિકરી તરીકે નહીં પણ બહુ તરીકે ઉછેરવાનું નક્કી કરે છે, જે મોટી થઈને પરિવારને એકજૂટ કરશે, આ વાર્તાએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખ્યા છે.

તાજેતરના એપિસોડમાં દર્શકોએ જેયું કે, કઈ રીતે સૂરજ (લક્ષ્ય ખુરાના)એ અંબિકાની સામે જે ખુન્નસ રાખે છે, તેનો સામનો કરે છે અને આ બંનેની વચ્ચે મામલો ઉકેલે છે. આ બાબતથી અત્યંત ખુશ, બધા સૂરજ અને કેસરના લગ્નની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર કાસ્ટ અને ક્રુના સભ્યો સતત તેમના ચાહકોનું મનોરંજન કરવા સતત કામ કરી રહ્યા છે, ત્યારે શોના ટીમ થોડો બ્રેક લઇને તેમના 100માં એપિસોડની ઉજવણી કરવા માટે એક નાનકડી કેક કાપવાની ઉજવણી કરી હતી. મુખ્ય કલાકારો માનસી અને નવિકા કોટિયાએ આ 100 એપિસોડ પૂરા થઈ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે અને અમે આવા જ સિમાચિન્હો હાંસિલ કરવા માટે ઉત્સાહિત છીએ.

માનસી જોશી રોય કહે છે, “અમને તો વિશ્વાસ નથી આવતો કે, અમે 100 એપિસોડ પૂરા કરી દીધા છે. એવું લાગે છે કે, હજી તો જાણે આંખને પલકારો જ માર્યો છે અને હવે, અમે 100 એપિસોડનો સિમાચિન્હ હાંસિલ કર્યો છે. હું અમારા શોના દર્શકોની આભારી છું કે, દર્શકોએ અમારા પર તેમનો પ્રેમ અને સહયોગ વરસાવ્યો. આ અમારો સુંદર પ્રવાસ હતો, પૂરી ટીમને ખૂબ- ખૂબ અભિનંદન… તેઓ દરરોજ ખૂબ જ મહેનત કરી રહ્યા છે.”

નવિકા કોટિયા કહે છે, “100 એપિસોડ પૂરા થઈ તેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, આ તો અમારી શરૂઆત છે, અમે હજી આગળ જવા ખૂબ જ ઉત્સાહિત છીએ. આશા રાખીએ છીએ કે, આગળ પણ ચાહકોનો પ્રેમ અને સહયોગ મળતો રહેશે. આ શોએ અમારા દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે અને હું તેમના પ્રતિસાદથી ખૂબ જ ખુશ છું. દરેકેદરેક એપિસોડની સાથે અમારા ચાહકો સાથે અમારા સંબંધને વધુને વધુ મજબૂત કરી રહ્યા છીએ.”

 

ક્યુંકી સાસ મા બહુ બેટી હોતી હૈંના કાસ્ટ અને ક્રુના સભ્યોને દિલથી અભિનંદન, હજી આગળ આટલાને આટલા સફળ એપિસોડ પૂરા કરે!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.