Western Times News

Gujarati News

રામમંદિર-અબુધાબી મંદિરના ઉદ્‌ઘાટન બાદ ચૂંટણી થશે : થરૂર

નવી દિલ્હી, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

શશી થરૂરે અયોધ્યમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને તેના થોડાક દિવસ બાદ ફેબ્રુઆરીમાં અબુ ધાબીમાં બાપ્સહિન્દુ મંદિરના ઉદ્ધાટનને લઈને કહ્યું છે કે આ બંને આયોજન ૨૦૨૪ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે. તેમણે આગાહી કરતા કહ્યું કે આ પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.

આ સિવાય થરૂરે કહ્યું કે નરેન્દ્ર મોદી ૨૦૨૪ માટે સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હ્રદય સમ્રાટ છે પરંતુ તેમણે સવાલો કર્યા હતા કે ‘અચ્છે દિન’નું શું થયું? દર વર્ષે ૨ કરોડ નોકરીઓનું શું થયું? આર્થિક વિકાસનું શું થયું, દરેકને ૧૫ લાખ રૂપિયા આપવાનું શું થયું?

એક તરફ વિપક્ષ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા અંગે અસમંજસમાં છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન મોદી અબૂધાબીમાં બીએઁજી હિન્દુ મંદિરના ઉદ્‌ઘાટનનું આમંત્રણ સ્વીકારી લીધું છે, જે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં સૌથી મોટું હિન્દુ મંદિર હશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.