Western Times News

Gujarati News

પિરામલ ફાઉન્ડેશનની પ્રાથમિક આરોગ્ય પ્રદાન કરવા માટેની નવી પહેલ

  • આ પાર્ટનરશિપ ભારત સરકારનાં તમામ માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરવાનાં વિઝનને સપોર્ટ કરવા ઇનોવેટિવ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે
  • આ પાર્ટનરશિપ આકાંક્ષી જિલ્લાઓમાં માતાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ભારતનાં આદિવાસી અને બિનઆદિવાસી એમ બંને સમુદાયો સામેલ છે

મુંબઈ, પિરામલ ફાઉન્ડેશનની પ્રાથમિક આરોગ્ય પ્રદાન કરવા માટેની પહેલ પિરામલ સ્વાસ્થ્ય મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા ધ રોકફેલર ફાઉન્ડેશને આજે ભારત સરકારનાં તમામ નાગરિકોને આરોગ્ય માટે વીમાકવચ પ્રદાન કરવાની યોજનાને ટેકો આપવા વ્યૂહાત્મક ભાગીદારી કરવાની જાહેરાત કરી હતી. પ્રાથમિક તબક્કામાં આ પાર્ટનરશિપનો ઉદ્દેશ આકાંક્ષી જિલ્લાઓ અને આદિવાસી વિસ્તારોમાં માતાઓ અને બાળકો વચ્ચે મૃત્યુદર ઘટાડવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ સ્થાપિત  કરવાનો છે.

 પિરામલ સ્વાસ્થ્ય અને રોકફેલરની ટીમો અત્યાધુનિક પ્રાથમિક સારવારની પહેલો ઊભી કરવા અને નીતિગત હસ્તક્ષેપો દ્વારા એનો વ્યાપ વદારવા સરકાર સાથે ગાઢપણે કામ કરશે.

આ પાર્ટનરશિપ પુરાવા આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીઓ સંકલિત કરીને હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરશે. એની પાછળનો વિચાર ઉચિત અને સમયસર ઉપયોગી જાણકારી પૂરી પાડીને માતા અને બાળક એમ બંનેનાં જીવને બચાવવાનો છે, જે અસરકાર નીતિનિર્માણ અને કેન્દ્રીત હસ્તક્ષેપનાં અમલીકરણ તરફ દોરી જશે.

 પિરામલ-રોકફેલર પાર્ટનરશિપ 25 આકાંક્ષી જિલ્લાઓમાંથી પાંચ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને નીતિ આયોગ માર્ગદર્શન આપે છે. તેઓ ભારત સરકારે ઓળખેલા 117 આકાંક્ષી જિલ્લાઓનો પણ ભાગ છે, જ્યાં તાત્કાલિક આરોગ્ય અને વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવાની છે. આ જિલ્લાઓના ઘણા રહેવાસીઓ આદિવાસી સમુદાયનાં સભ્યો છે, જેઓ બિનઆદિવાસી સમુદાયોનાં સભ્યોની સરખામણીમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત નોંધપાત્ર રીતે ગંભીર પરિણામો ધરાવે છે.

ભારતમાં માતૃત્વ મૃત્યુદર 100,000 જન્મદીઠ 122 છે, ત્યારે આદિવાસી સમુદાયોમાં આ દર વધારે છે. એ જ રીતે સાધારણ વસતિની સરખામણીમાં આદિવાસી સમુદાયો વચ્ચે નવજાત બાળકોમાં મૃત્યુદર, બાળકોમાં કુપોષણનો દર તથા મેલેરિયા અને ટ્યુબરક્યુલોસિસનાં કેસ જેવા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માપદંડો વધારે નબળાં છે.

 પિરામલ-રોકફેલર પાર્ટનરશિપ શરૂઆતમાં કામનાં બે મુખ્ય પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ

  • ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે નવીન અભિગમો વિકસાવવા અને એનું પરીક્ષણ – જેમાં મોબાઇલ કમ્યુનિકેશન્સ, પ્રીડિક્ટિવ એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સામેલ છે – જેનો ઉદ્દેશ તેમના સમુદાયમાં વંચિત લોકોને મુખ્ય હેલ્થકેર સેવાઓ અસરકારક રીતે પ્રદાન કરવાનો છે.
  • સામુદાયિક સ્વાસ્થ્ય પર મહત્ત્વપૂર્ણ માહિતી કેવી રીતે વધુ સારી રીતે એકત્ર કરી શકાશે અને ડિજિટલ માધ્યમો દ્વારા એનું વિશ્લેષણ થઈ શકશે એનું મૂલ્યાંકન કરવું, જેથી સરકાર અને અન્ય પક્ષોને સ્વાસ્થ્ય સાથે સંબંધિત લક્ષિત સંસાધનો વિશે વધારે માહિતી સાથે, રિયલ-ટાઇમ નિર્ણયો લેવામાં મદદ મળી શકે.

પિરામલ ગ્રૂપના વાઇસ ચેરપર્સન અને પિરામલ સ્વાસ્થ્યનાં ડાયરેક્ટર ડો. સ્વાતિ પિરામલે કહ્યું હતું કે, “અમને અમારી સંયુક્ત ક્ષમતા અને અનુભવોનો ઉપયોગ કરવા ધ રોકફેલર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવાની તેમજ ભારતમાં સમાન પ્રાઇમરી કેર હેલ્થ સેવાઓ માટે પરિવર્તનકારક સોલ્યુશનનું સહસર્જન કરવાની ખુશી છે. દરેક માટે આરોગ્ય મૂળભૂત અધિકાર બનવો જોઈએ, નહીં કે કેટલાંક લોકો માટે વિશેષાધિકાર.

ભારત જાહેર આરોગ્યમાં ઐતિહાસિક પરિવર્તનની અણી પર છે અને અમને આશા છે કે આ પાર્ટનરશિપથી દેશભરમાં આરોગ્ય સુવિધાઓને તમામ લોકો સુધી પહોંચાડવા સરકારનાં લક્ષ્યાંકોને વેગ મળશે. આ પાર્ટનરશિપ દ્વારા અમે ભારતમાં સરકારની મુખ્ય હેલ્થકેર ઇકોસિસ્ટમમાં પુરાવા આધારિત નિર્ણય લેવાની કાર્યસંસ્કૃતિ ઊભી કરવા અને એને સંસ્થાગત સ્વરૂપ આપવા કટિબદ્ધ છીએ. પિરામલ સ્વાસ્થ્યે પ્રાથમિક સારવાર માટે ટેકનોલોજી પ્લેટફોર્મનું નિર્માણ કર્યું છે, જે જાહેર હિત માટે કામ કરે છે. આ પ્લેટફોર્મ પ્રાથમિક હેલ્થકેરમાં મુદ્દાઓની ઓળખ કરવા સુમાહિતગાર નિર્ણયો લેવા સરકારી આરોગ્ય કાર્યકર્તાઓ સાથે વધારે સારી રીતે કામ કરવા મદદરૂપ થશે. એનો ઉદ્દેશ જાહેર આરોગ્ય હેલ્થકેરમાં જાહેર હિત તરીકે ટેકનોલોજી અને પુરાવા આધારિત સિસ્ટમ ઊભી કરવાનો છે, જે વધારે સારો વહીવટ, જવાબદારી અને નોલેજ રિપોઝિટરી ઊભી કરવામાં મદદરૂપ થશે.”

ધ રોકફેલર ફાઉન્ડેશનનાં પ્રેસિડન્ટ ડો. રાજીવ જે શાહે કહ્યું હતું કે, “ડિજિટલ ઇનોવેશન વધુ લોકોને, ખાસ કરીને આપણાં સમુદાયો વચ્ચે સૌથી વધુ વંચિત લોકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર પ્રદાન કરવાની ખાતરી આપે છે.

પિરામલ સ્વાસ્થ્ય સાથે કામ કરીને અમારો ઉદ્દેશ હેલ્થ સેવાઓને પ્રોત્સાહન આપવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભારતની કટિબદ્ધતાને વેગ આપવાનો છે, જે દુનિયા માટે ઉદાહરણરૂપ બનશે.”

પિરામલ-રોકફેલર પાર્ટનરશિપ સંયુક્તપણે બે  અસર અને પરિણામ સંચાલિત સંસ્થાઓને એકમંચ પર લાવે છે, જે વંચિત લોકો માટે જાહેર આરોગ્ય કાર્યક્રમોને મજબૂત બનાવવા સરકાર સાથે જોડાણ કરવાનો સારો રેકોર્ડ ધરાવે છે. બંને ટીમો ભારત સરકારનાં તમામ લોકોને આરોગ્યલક્ષી સારવાર પ્રદાન કરવાનાં વિઝનને પૂર્ણ કરવા અને પૂરક બનવા કટિબદ્ધ છે. આ પાર્ટનરશિપ અતિ અસરકારક સોલ્યુશન્સ ઊભા કરવા કામ કરશે, જે સરકારી પ્રાથમિક સેવાઓમાં ભારતને જરૂરી એવું પરિવર્તન લાવવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.