Western Times News

Gujarati News

શિવરાજપુર બિચ પર પર દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા

૨૦૨૪માં બનશે ગુજરાતમાં ફરવાના ૩ નવા ટુરિઝમ સ્પોટ

(એજન્સી)અમદાવાદ, દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને ટુરિઝમમાં બીજી મોટી ભેટ આપવા જઈ રહી છે. ગુજરાતમાં ૨૦૨૪ માં ટુરિઝમ ક્ષેત્રે ત્રણ નવી વસ્તુઓ તૈયાર કરવાની જાહેરાત થશે. ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર પોતાનો એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. સરકારે ગીફ્ટ સીટીમાં દારૂબંધી નીતિમાં છૂટછાટ આપ્યા બાદ હવે ગુજરાતમાં ટુરિઝમમાં નવુ નવુ આવી રહ્યું છે.

ગુજરાત એ ભારતનો સૌથી લાંબો દરિયો ધરાવતું રાજ્ય છે. દરિયામાં અનેક જીવસૃષ્ટિ સમાયેલી છે. આને જે ધ્યાનમાં રાખીને દેશમાં પ્રથમ વખત ઈકો ટુરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર નવા નવા પ્રોજેક્ટ લાવવાના આયોજનમાં છે. જેથી ગુજરાતનું ટુરિઝમ પણ બુસ્ટ થશે, અને વધુ પ્રવાસીઓ ગુજરાત આવશે.

ગત રોજ ગુજરાત સરકારે ગુજરાતમા ફ્લોટિંગ વિલાની જાહેરાત કરી કરી હતી. ત્યારે હવે શિવરાજપુર બિચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. તો આ સાથે દ્વારા ત્રીજો પ્રોજેક્ટ દ્વારકામાં આકાર લેશે, જ્યાં દ્વારકાના દરિયામાં ડોલ્ફીન ક્રુઝ શરૂ કરવામા આવશે.

ગુજરાત સરકાર હવે દરિયાની અંદર એક્વેરિયમ બનાવશે. જે દુબઈ જેવું જ આલાગ્રાન્ડ હશે. શિવરાજપુર બિચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. દરીયાની અંદર ભવ્ય એક્વેરિયમ બનાવવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. જેથી પ્રવાસીઓ દરિયામાં જ માછલીઓ અને દરીયાની મજા માણી શકે તે હેતુથી એક્વેરિયમ ઉભુ કરાશે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. હાલ અમદાવાદ સાયન્સ સીટી ખાતે એક્વેરિયમ છે.

દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરાશે. જે માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાશે. ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ‘ડોલ્ફિન ક્રૂઝ’ ચલાવવાની તૈયારીમાં છે. ઈકો ટૂરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોÂલ્ફન ક્રૂઝ ચલાવશે. જેમાં નેચરાલિસ્ટ ડોÂલ્ફન્સની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપશે.

આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કરશે. ક્રૂઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે. જે સંભવિત રીતે આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે. રાજ્ય સરકારે ત્રણ જગ્યાઓ પર ફલોટીંગ વિલા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કડાણા ડેમ, બેટ દ્વારકા અને ધરોઈ ડેમમાં ફ્લોટિંગ વિલા શરૂ કરવાની તૈયારીમાં છે.

ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાનું કામ સોંપાશે. દુનિયાની અનેક દેશમાં ફ્લોટિંગ વિલા જોવા મળે છે. ખાસ કરીને ટાપુ દેશો અને નૈસ‹ગક દેશો તેમની પ્રવાસન પ્રવૃત્તિને વિલાથી વેગ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને ફ્લોટિંગ વિલાની ભેટ આપવા જઈ રહ્યું છે. સરકાર બેટ-દ્વારકા, ધરોઈ ડેમ અને કડાણા ડેમમાં ફ્લોટિંગ વિલા શરૂ કરવાની તૈયારીમાં છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે ધરોઇ ડેમ પસંદ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે પ્રવાસીઓ આ જગ્યાએ ફ્લોટિંગ વિલામાં રોકાઇને અંબાજી, વડનગર, મોઢેરા, સિદ્ધપુર, દેવની મોરી અને પોલો ફોરેસ્ટ જેવી જગ્યાએ હરી-ફરી શકે છે.

ગુજરાતમાં ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ છે. રાજ્યમાં પહેલીવાર આવો કન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે કે જેથી મુલાકાતીઓ તેમના અનુભવમાં એક નવું પર્યટન સ્થળ માણી શકે. રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાના પ્રોજેક્ટમાં આકર્ષવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. આ વિલામાં પારંપારિક હોટલથી આગળ અપસ્કેલ રહેઠાણની સુવિધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.