Western Times News

Gujarati News

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના ૬૩૬ કેસ

Files Photo

નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં ૬૩૬ નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના ૮૪૧ કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત્‌ જ છે. સક્રિય દર્દીઓ વધીને હવે ૪,૩૯૪ થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૩ દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ પણ થયા છે. જેમાં બે કેરળમાં અને એક તમિલનાડુમાં નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી અને તેને હવે ચાર વર્ષ વીતી ગયા છે પણ તેનું જાેખમ હજુ ઘટવાનું નામ લઈ રહ્યું નથી.

ચાર વર્ષોમાં દેશભરમાં ૪.૫ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા અને ૫.૩ લાખથી વધુ મૃત્યુ થયા. હવે સ્વાસ્થ્ય નિષ્ણાતો તાજેતરના વધતા જતાં સંક્રમણના કેસ માટે કોરોનાના નવા ત્નદ્ગ.૧ વેરિયન્ટને મુખ્ય કારણ માની રહ્યા છે. અભ્યાસમાં તેનો સંક્રામકતા દર વધુ જણાવાયો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.