Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ઉજ્જવલા ગેસ સિલિન્ડર ૪૫૦માં મળશે

પ્રતિકાત્મક

જયપુર, રાજસ્થાનમાં આજથી ઉજ્જવલા ગેસ સિલિન્ડર ૪૫૦ રૂપિયામાં મળશે. રાજસ્થાન સરકારે નવા વર્ષ પર ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે ભાજપે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વચન આપ્યું હતું.

બીજેપીના સંકલ્પ પત્રમાં અનેક વચનો સાથે કહેવામાં આવ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૪૫૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં સામેલ તમામ વચનોને મોદીની ગેરંટી તરીકે પ્રમોટ કર્યા હતા.

તેને પરિપૂર્ણ કરીને ભાજપે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૪૫૦ રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ૪૫૦ રૂપિયામાં સિલિન્ડર વેચવાને કારણે રાજ્ય સરકાર પર ૬૨૬ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે અગાઉની અશોક ગેહલોત સરકારે એપ્રિલ ૨૦૨૩માં ઉજ્જવલા યોજના હેઠળ ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોકોને સસ્તા ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું, જે તેમણે એપ્રિલ ૨૦૨૩માં પૂરું પણ કર્યું હતું. હવે ભાજપે તેના ભાવમાં ૫૦ રૂપિયાનો વધુ ઘટાડો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉની ગેહલોત સરકારના આ પગલાને રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટું પગલું માનવામાં આવતું હતું.

જાે કે, ઉજ્જવલા ગેસ સિલિન્ડર સસ્તું કરવાનો ઉપાય શોધીને ભાજપે તેના ઢંઢેરામાં તેને ૫૦ રૂપિયા વધુ સસ્તું કરવાની જાહેરાત કરી હતી, જે આજથી પૂર્ણ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર હાલમાં ઉજ્જવલા લાભાર્થીઓને ૩૦૦ રૂપિયાની સબસિડી આપી રહી છે. હવે રાજ્ય સરકારે ૧૫૬ રૂપિયા વહન કરવા પડશે. હાલમાં, ગેસ કનેક્શન ધરાવતા લગભગ ૩૦ લાખ લોકો નિયમિત રિફિલિંગ કરાવી રહ્યા છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.