Western Times News

Gujarati News

સદી ફટકારીને સચિન-કોહલીના રેકોર્ડની બરોબરીની રોહિતને તક

કેપટાઉન, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૨ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ કેપ ટાઉનમાં આવતીકાલે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને એક ઇનિંગ અને ૩૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.હવે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીત હાંસલ કરી સીરિઝ ડ્રો કરવાનો પ્રયત્ન કરશે. જયારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે ધોનીનો રેકોર્ડ તોડવાની તક રહેશે.

રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારવામાં સફળ રહ્યો તો તે ભારતનો ત્રીજાે એવો કેપ્ટન બની જશે જેણે સાઉથ આફ્રિકામાં સદી ફટકારી હશે. અત્યાર સુધી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જ એવા બેટ્‌સમેન જેઓએ સાઉથ આફ્રિકામાં સદી ફટકારી છે. આવતીકાલે રોહિત પાસે સચિન અને કોહલીના આ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો રહેશે.

સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે સાઉથ આફ્રિકામાં ૧૬૯ રનની ઇનિંગ રમી હતી. જયારે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ૧૫૫ રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ પ્રથમ ઇનિંગમાં ૫ રન બનાવ્યા હતા જયારે બીજી ઈનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો.

રોહિત શર્મા પાસે આ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડવાનો પણ મોકો હશે. રોહિત આવતીકાલે રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ૨ છગ્ગા ફટકારી ધોનીનો રેકોર્ડ તોડવામાં સફળ રહેશે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથીસૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે ટેસ્ટમાં કુલ ૯૦ છગ્ગા ફટકાર્યા છે. બીજા નંબરે ધોનીનું નામ છે. તેણે ૭૮ છગ્ગા ફટકાર્યા છે. જયારે રોહિતે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ૭૭ છગ્ગા ફટકાર્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.