Western Times News

Gujarati News

દિશા પટણી કેરિયર માટે વધુ ગંભીરઃ રિપોર્ટમાં ધડાકો

મુંબઇ, બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી દિશા પટની હવે સોશિયલ મિડિયાની સાથે સાથે ફિલ્મોને લઇને પણ ગંભીર બની રહી છે. ભારત ફિલ્મમાં સલમાન સાથે કામ કર્યા બાદ તે હવે રાધે નામની ફિલ્મમાં ફરી સલમાન સાથે નજરે પડનાર છે. આ ઉપરાંત કિક-૨ ફિલ્મમાં પણ તેને સલમાન સાથે લેવાના મામલે ચર્ચા ચાલી રહી છે. તે કેરિયરને લઇને ઉત્સુક છે. લોકપ્રિય સ્ટાર અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ રહી છે.

તેને સલમાન ખાન સાથેની ભારત ફિલ્મ પણ મળી ગઇ છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ બાદ તે સલમાનની કિક-૨ ફિલ્મમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી શકે છે. ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ તેને વધુ મોટી ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. ઉભરતી સ્ટાર દિશા પટનીની પણ પસંદગી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા હતી.

સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. તેની બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. તેની પાસે સારા સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે.

સલમાન ખાનની મોટી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશખુશાલ દેખાય છે. ભારતમાં તેની પસંદગી કરવામાં આવ્યા બાદ તે ગર્વ અનુભવ કરી રહી હતી. કારણ કે ભારત ફિલ્મમાં રોલ મેળવી લેવા માટે શ્રદ્ધા કપુરે પણ તમામ તાકાત લગાવી હતી જા કે તેને સફળતા મળી નથી. બાગી-૨ ફિલ્મ બાદ દિશા પાસે હાલમાં કોઇ ફિલ્મ ન હતી જેથી તેની પસંદગી કરી લેવામાં આવી હતી. હવે રાધેમાં તે સલમાનની સાથે લીડ રોલમાં કામ કરવા જઇ રહી છે. જે તેની કેરિયરની મોટી ફિલ્મ તરીકે રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.