ભારતીય મૂળની ‘નિક્કી હેલી’ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપશે
ટ્રમ્પ જ્યારે અમેરિકી પ્રમુખ હતા ત્યારે તેમણે નિક્કી હેલીની સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી હતી.
ટ્રમ્પ જ્યારે અમેરિકી પ્રમુખ હતા ત્યારે તેમણે નિક્કી હેલીની સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી હતી. જે દરમિયાન ઈરાન, સીરિયા અને વેનેઝુએલા સંબંધિત મુદ્દાઓ પર તેણે દાખવેલા કડક વલણ માટે તેણીની પ્રશંસા કરવામાં આવી હતી. આથી વિદેશનીતિ સંબંધિત નિક્કી પાસે વિઝન અને અનુભવ બંને છે.
તાજેતરમાં એવા સમાચાર વહેતા થયા હતા કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અમેરિકાની જ કોર્ટે ગેરલાયક ઠેરવ્યા છે.જે બાદ રિપÂલ્બકન પાર્ટી તરફથી પ્રમુખપદની રેસમાં કોણ ઉતરશે તે ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી જ પ્રમુખપદની ચૂંટણી લડવાના છે.
તેવામાં ટ્રમ્પ અને વિવેક બંનેને આકરી સ્પર્ધા આપવા માટે વધુ એક ભારતીય મૂળની વ્યક્તિની એન્ટ્રી થઈ છે અને એ વ્યક્તિ છે, ‘નિક્કી હેલી’. રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા અને પ્રમુખદપદની ચૂંટણી માટેની રેસમાં સૌથી વધુ આગળ ચાલી રહેલા મહિલા ઉમેદવાર નિક્કી હેલી અમેરિકાના એક રાજ્ય દક્ષિણ કોરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે.
આ સિવાય તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડર તરીકે પ ણ પોતાની સેવા આપી ચૂક્યા છે. નિક્કી હેલી અમેરિકા અને રિપબ્લિકન પાર્ટી એમ બંને માટે ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. એમ કારણ કે, નિક્કી હેલી પાસે એડમિનિસ્ટ્રેટિવ ક્ષેત્રે કામ કરવાનું વૈવિધ્યસભર અને પ્રભાવશાળી બેકગ્રાઉન્ડ છે. તે અગાઉ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે પોતાની કુશળતાનો પરચો આપી ચૂક્યા છે.
ટ્રમ્પ જ્યારે અમેરિકી પ્રમુખ હતા ત્યારે તેમણે નિક્કીની સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી હતી. જે દરમિયાન ઈરાન, સીરિયા અને વેનેઝુએલા સંબંધિત મુદ્દાઓ પર તેણે દાખવેલા કડક વલણ માટે તેણીની પ્રશંસા કરવામાં આવી હતી. આથી વિદેશનીતિ સંબંધિત બાબતોમાં નિક્કી પાસે વિઝન અને અનુભવ બંને છે.
નિક્કી હેલીનું બીજું સબળ પાસું એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં રહીને અને આ વખતે તો ટ્રમ્પની સાથે જ ચૂંટણીની રેસમાં ઉતરવાનું હોવા છતાંય હેલીએ ટ્રમ્પ પ્રત્યેની પોતાની વફાદારી જાળવી રાખી છે અને ટ્રમ્પને લઈને ચાલી રહેલા વિવાદોથી પણ પોતાની જાતને દૂર રાખી છે. હેલી હંમેશાથી અર્થવ્યવસ્થા, વેપાર અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતના નિર્ણયો માટે ટ્રમ્પની પ્રશંસા કરતાં આવ્યા છે.
હેલીએ લોકશાહી અને કાયદાના શાસનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને રિપબ્લિકન પાર્ટીને ટ્રમ્પની આસપાસ ચાલી રહેલા વિવાદો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પાર્ટીએ આગામી ચૂંટણીમાં અને અમેરિકાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી ભલામણ પણ કરી છે. ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા અમેરિકન રિસર્ચ ગ્રુપ ઈન્ક.ના એક અહેવાલ અનુસાર મતદારોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ટ્રમ્પ અને નિક્કી હેલી પૈકી કોને વધારે પસંદ કરે છે?
આ સર્વેમાં ટ્રમ્પને ૩૩ ટકા સમર્થન મળ્યું હતું જ્યારે હેલીને ૨૯ ટકા સમર્થન મેળવ્યું હતું એટલે કે અમેરિકાના નાગરિકોના સમર્થન મેળવવામાં નિક્કી હેલી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ફક્ત ૪ ટકા જ પાછળ છે. એટલે હવે નિક્કી હેલી આગામી ૨૦૨૪ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પ તરીકે ઊભરી રહ્યા હોય તે બાબત સ્પષ્ટ થઈ રહી છે.
કોર્ટે ભલે ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી દીધા હોય પરંતુ હજુ ટ્રમ્પ ચૂંટણી લડશે કે નહીં તે બાબત સ્પષ્ટ થઈ નથી. ટ્રમ્પ પાસે અલાયદો પ્રશંસક વર્ગ છે. કે જેટ્રમ્પની અમેરિકી ફર્સ્ટની પોલિસી પર ઓળઘોળ છે. ટ્રમ્પે રિપબ્લિકન મતદારોમાં ઉચ્ચ સ્તરની લોકપ્રિયતા અને પ્રભાવ આજે પણ જાળવી રાખ્યો છે. ઉપરાંત ટ્રમ્પે ઘણા રિપબ્લિકન અધિકારીઓ અને મીડિયા વ્યક્તિઓનું સમર્થન પણ જાળવી રાખ્યું છે.
ટ્રમ્પ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે સોશિયલ મીડિયા અને રેલીઓનો ઉપયોગ કરવામાં પણ પારંગત છે. ઉપરાંત સૌથી મોટું પરિબળ ટ્રમ્પના પૈસા છે. ચૂંટણી પ્રચાર માટે ટ્રમ્પ ધોમ પૈસો ખર્ચે છે. તેનું ઈલેક્શન કેમ્પેઈન સૌથી મોટું, ભવ્ય અને કરોડો ડોલર્સના બજેટવાળું હોય છે. નિક્કી હેલી માટે આ ચૂંટણી લડવી સહેલી નથી. કારણ કે, ટ્રમ્પના સમર્થકો હેલીને ટ્રમ્પની સક્સેસર તરીકે જોવા માંગતા નથી, તેઓ હજુય ટ્રમ્પને જ પ્રમુખ બનાવવા માંગે છે.
આ સિવાય હેલી પર ફ્લિપ-ફ્લોપર અને તકવાદી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે કે જેણે રાજકીય સંજોગોના આધારે પોતાના સ્ટેન્ડ અને કાર્યપદ્ધતિમાં ઘણી વખત ફેરફાર કર્યાે છે. નિક્કી હેલી હજુ સુધી અમેરિકન નાગરિકોને પોતાના વિઝન અને એજન્ડાને સ્પષ્ટ રીતે દર્શાવવામાં સફળ નથી રહ્યા તે પણ એક પકાર છે.
રિપબ્લિકન્સના બેડામાં હેલીને મુખ્ય પ્રવાહના રિપબ્લિકન તરીકે જોવામાં આવે છે કે જેમણે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કેટલાય મુદ્દાઓ પર ડેમોક્રેટ્સ સાથે સમાધાન અને સહકાર કર્યાે છે. હેલીને વૈશ્વિકવાદી અને હસ્તક્ષેપવાદી તરીકે પણ જોવામાં આવે છે કે જેમણે મુક્ત વેપાર, વિદેશી સહાય અને બહુપક્ષીયવાદ સમર્થન આપ્યું છે.