Western Times News

Gujarati News

હોન્ડા મોટરસાઇકલે વર્ષ 2023માં 43.84 લાખ યુનિટનું વેચાણ કર્યું

ડિસેમ્બર 2023માં 3,17,123 યુનિટ્સનું વેચાણ કર્યું

ગુરૂગ્રામ, 03 જાન્યુઆરી, 2024: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ડિસેમ્બર, 2023 માટે તેના વેચાણના આંકડાની જાહેરાત કરીને સકારાત્મક પ્રદર્શન સાથે વર્ષ પૂર્ણ કર્યું હતું. કંપનીએ ડિસેમ્બર 2023માં 3,17,123 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેમાં ઘરેલુ સ્તરે 2,86,101 યુનિટનું વેચાણ તથા 31,022 યુનિટની નિકાસ સામેલ છે. ડિસેમ્બર મહિના માટે ઘરેલુ વેચાણે વાર્ષિક 23 ટકાની વૃદ્ધિ જ્યારે કે નિકાસ ગત વર્ષની તુલનામાં 82 ટકા વધી છે.

ઉલ્લેખનીય છે કે કંપનીએ જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 (કેલેન્ડર વર્ષ 2023)માં 43,84,559 યુનિટ્સનું વેચાણ કર્યું છે. કેલેન્ડર વર્ષ 2023 માટે એચએમએસઆઇની મુખ્ય હાઇલાઇટ્સઃ રેડ વિંગ બિઝનેસમાં નવી ઓફરિંગ અને સ્પેશિયલ એડિશન

·         નવી ઓફરિંગ્સઃ એચએમએસઆઇએ ક્રાંતિકારી એક્ટિવા એચ-સ્માર્ટ તથા એચએમએસઆઇની સૌથી વાજબી અને ઇંધણ-કાર્યક્ષમ કમ્યુટર મોટરસાઇકલ શાઇન 100 લોંચ કરી છે. આ ઉપરાંત કંપનીએ ઓલ-ન્યુ એસપી160 તથા નવી સ્પોર્ટી, એડવાન્સ્ડ અને અનુકૂળ ડિયો 125 લોંચ રજૂ કરી છે.

·         સ્પેશિયલ એડિશનઃ એચએમએસઆઇએ એક્ટિવા લિમિટેડ એડિશન, એસપી 125 સ્પોર્ટ્સ એડિશન તથા હોર્નેટ 2.0ની રેપસોલ એડિશન અને ડિયો 125ની સ્પેશિયલ એડિશનની આકર્ષક શ્રેણી રજૂ કરી છે.

·         ઓબીડી-2 અનુરૂપ અપગ્રેડઃ એચએમએસઆઇએ તેના ગ્રાહકોની ખુશીમાં વધારો કરતાં ઓબીડી-2 અનુરૂપ મોડલ 2023 ડિયો, યુનિકોર્ન, શાઇન 125, લિવો, સીડી110 ડ્રીમ ડિલર્સ, એસપી125, એક્ટિવા 125, હોર્નેટ 2.0 અને સીબી200એક્સ લોંચ કરી છે.

હોન્ડાનો પ્રીમિયમ મોટરસાઇકલ બિઝનેસ “બિગવિંગ”

·         ન્યુ ઓફરિંગઃ પ્રીમિયમ મીડ-સાઇઝ 350સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરતાં એચએમએસઆઇએ ઓલ-ન્યુ રેટ્રો ક્લાસિક સીબી350 લોંચ કરી છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત એડવેન્ચર ટુરર ઓલ-ન્યુ એક્સએલ750 ટ્રાન્સલેપ તથા તેની ફ્લેગશીપ પ્રીમિયમ મોટરસાઇકલ ગોલ્ડ વિંગ ટુર પણ લોંચ કરી છે.

·         સ્પેશિયલ એડિશનઃ એચએમએસઆઇએ H’ness CB350 અને CB350RS ની લેગસી એડિશન તથા ન્યુ હ્યુ એડિશનના અનુક્રમે નવા અવતાર લોંચ કર્યાં છે.

·         ઓબીડી-2 અનુરૂપ અપગ્રેડઃ એચએમએસઆઇએ તેની બિગવિંગ પ્રોડક્ટ લાઇન-અપને વિસ્તારી છે તથા ઓબીડી-2 અનુરૂપ સીબી300એફ અને સીબી300આર લોંચ કરી છે

·         પ્રીમિયમ બિઝનેસ નેટવર્કનું વિસ્તરણઃ એચએમએસઆઇએ કોલકત્તા, બેંગ્લોર, સુરત, નોઇડા, વિશાખાપટ્ટનમ, જમશેદપુર સહિતના 25 શહેરોમાં વર્ષ 2023માં બિગવિંગના ઉદઘાટન સાથે #GoRidin જુસ્સાને વધુ મજબૂત કર્યો છે. જે સાથે તેની પ્રીમિયમ મોટરસાઇકલ સેલ્સ અને સર્વિસની રેન્જ વધી છે તથા ટચ પોઇન્ટ્સની સંખ્યા વધીને 130ને પાર કરી ગઇ છે.

બિઝનેસ અને બ્રાન્ડના સીમાચિહ્નો

·         મેનેજમેન્ટમાં બદલાવ: એચએમએસઆઇએ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના નવા પ્રેસિડેન્ટ, સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી સુત્સુમુ ઓટાનીની નિમણૂકની જાહેરાત કરી હતી

·         વ્યવસાયિક સીમાચિહ્નોઃ ભારતની નંબર 1 વેચાતી સ્કૂટર બ્રાન્ડ ‘એક્ટિવા’એ 22 વર્ષમાં 3 કરોડ ગ્રાહકોની સંખ્યા હાંસલ કરીને વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન રેકોર્ડ કર્યું છે. વધુમાં 125સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં હોન્ડાની બ્રાન્ડ ‘શાઇન’ પશ્ચિમ ભારતમાં 30 લાખથી વધુ ગ્રાહકોને પાર ગઈ છે. કંપનીએ પશ્ચિમ ભારતમાં 15 મિલિયન અને કેરળ રાજ્યમાં 30 લાખ ગ્રાહકનો આંકડો પાર કરવાની તેની નોંધપાત્ર સિદ્ધિની પણ જાહેરાત કરી હતી.

·         એક્સટેન્ડેડ વોરંટીઃ એચએમએસઆઇએ ભારતીય ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે, જે અંતર્ગત 250સીસી સેગમેન્ટ સુધીના તમામ સ્કૂટર અને મોટરસાઇકલ મોડલ ઉપર ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ તથા 7  વર્ષની વૈકલ્પિક એક્સટેન્ડેડ વોરંટી ઓફર કરતાં તેના એક્સટેન્ડેડ વોરંટી પ્લસ (ઇડબલ્યુ પ્લસ)ની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત કંપનીએ તેના બિગવિંગ ગ્રાહકો માટે ક્રાંતિકારી એક્સટેન્ડેડ વોરંટી અને એક્સટેન્ડેડ વોરંટી પ્લસ પ્રોગ્રામની પણ રજૂઆત કરી છે.

·         એચએમએસઆઇ ઝોનલ ઓફિસઃ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં તેની ઉપસ્થિતિને મજબૂત બનાવતા એચએમએસઆઇએ અનુક્રમે નાગપુર (મહારાષ્ટ્ર) અને લખનૌ (ઉત્તર પ્રદેશ)માં તેની નવી ઝોનલ ઓફિસોનું ઉદ્ઘાટન કર્યું હતું.

માર્ગ સલામતી ·         ભારતીય માર્ગોને બધા માટે સુરક્ષિત બનાવવા માટે એચએમએસઆઇએ બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ પહેલ જયપુર, ભોપાલ, ગાઝિયાબાદ, નાસિક, બેંગલુરુ વગેરે સહિત 90થી વધુ શહેરોમાં હાથ ધરાઇ હતી. આ સાથે એચએમએસઆઇએ હવે 5.7 મિલિયનથી વધુ ભારતીયોને માર્ગ સલામતીના મહત્વ વિશે શિક્ષિત કર્યા છે.

·         એચએમએસઆઇએ તેના પ્રોજેક્ટ – માઇન્ડસેટ ડેવલપમેન્ટ ઓફર અવર ફ્યુચર જનરેશનના ભાગરૂપે નૌરંગપુરમાં હોન્ડા સામાજિક વિકાસ કેન્દ્ર ખાતે શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે બે માર્ગ સલામતી સંમેલનોનું પણ આયોજન કર્યું હતું.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ·         સન્માનઃ હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન (એચઆઇએફ)ને શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ રાજસ્થાન સરકાર દ્વારા પ્રતિષ્ઠિત “ભામાશાહ એવોર્ડ”થી સન્માનિત કરાયું હતું.

·         પ્રોજેક્ટ પ્રગતિ: હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશન (એચઆઇએફ) એ કાનપુર (ઉત્તર પ્રદેશ), પટના (બિહાર), ઉદયપુર (રાજસ્થાન) અને પુણે (મહારાષ્ટ્ર)માં તેનો ફ્લેગશિપ પ્રોગ્રામ પ્રોજેક્ટ પ્રગતિ (વૃદ્ધિ તરફ એક પગલું) શરૂ કર્યો છે. એચઆઇએફએ આગ્રા (ઉત્તર પ્રદેશ)માં આ ફ્લેગશિપ પ્રોગ્રામ હેઠળ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (જીડીએ) તાલીમની પ્રથમ બેચ પણ પૂર્ણ કરી.

·         વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ: એચએમએસઆઇએ માનેસર (હરિયાણા)માં તેની ગ્લોબલ રિસોર્સ ફેક્ટરીમાં યુવા વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કર્યું હતું. આ પહેલ હેઠળ કંપનીએ આરોગ્ય, માર્ગ સલામતી અને મોટરસ્પોર્ટ્સના ક્ષેત્રોમાં એચએમએસઆઇના નિષ્ણાતો દ્વારા રસપ્રદ સત્રો સાથે કંપનીની ઉત્પાદન સુવિધાની પ્રસ્તુતિઓ અને વ્યવહારુ માર્ગદર્શિત પ્રવાસનું આયોજન કર્યું હતું.

·         પાણીની અછતની સમસ્યાને હળવી કરવી: લોકોના જીવન પર સકારાત્મક અસર પેદા કરવા માટે પ્રતિબદ્ધ હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશને હરિયાણા રાજ્યના ઉકલાનાના 30 ગામોને દરેક 5000 લિટરની ક્ષમતાવાળા 30 પાણીના ટેન્કર દાનમાં આપ્યા છે.

·         વિશ્વ પર્યાવરણ દિવસઃ એચએમએસઆઇએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા એક સપ્તાહ લાંબા નેશનલ એનવાયર્નમેન્ટ કેમ્પેઇનનું આયોજન કર્યું હતું.

મોટરસ્પોર્ટ્સ ·         હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપઃ અદભૂતર રેસિંગ ક્ષમતાઓનું પ્રદર્શન કરતાં કેવિન ક્વિંટલે 2023 ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ એનએસએફ250આરમાંની પ્રથમ રેસમાં 175 પોઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જોહાન ઇમેન્યુઅલ અને મોહસિન પીએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

·         એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ: વિદેશી જમીન ઉપર નોંધપાત્ર છાપ ઊભી કરીને ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ભારતના કેવિન ક્વિન્ટલે 2023 એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું. ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઈન્ડિયા ટીમે 20023 સીઝનમાં કુલ 33 પોઈન્ટ મેળવ્યા હતા.

·         મોટોજીપી: રેપ્સોલ હોન્ડા ટીમના રાઇડર જોન મીરે 5મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે તેની ટીમના સાથી માર્ક માર્ક્વેઝે ભારતજીપી ખાતે હોન્ડા આરસી213વીનું પરાક્રમ દર્શાવ્યું હતું. વધુમાં હોન્ડા રેસિંગ કોર્પોરેશને 2024 અને 2025 મોટોજીપી વર્લ્ડ ચેમ્પિયનશિપ સીઝન માટે લુકા મરીની પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી.

·         ડાકાર રેલી: મોન્સ્ટર એનર્જી હોન્ડા ટીમના રાઇડર પાબ્લો ક્વિન્ટાનીલાએ ડાકાર રેલી 2023માં ચોથું સ્થાન મેળવ્યું હતું. બે અન્ય હોન્ડા રાઇડર્સ એડ્રિયન વાન બેવેરેન અને જોસ ઇગ્નાસીયો કોર્નેજોએ પાંચમું અને આઠમું સ્થાન મેળવ્યું અને ટોચના દસમાં સ્થાન મેળવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.