સરકારી કર્મચારીઓને માર્ચ-૨૪ના ક્વાર્ટરમાં પીએફમાં ૭.૧ ટકા વ્યાજ મળશે
નવી દિલ્હી, સરકારી કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડના નવા વ્યાજ દર નક્કી થઈ ગયા છે. સરકારે જણાવી દીધુ છે કે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનાર સરકારી કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રણ મહિના એટલે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ૭.૧ ટકાના દરથી વ્યાજ મળવાનું છે.
નાણા મંત્રાલયે તાજેતરના નોટિફિકેશનમાં જીપીએફ એટલે કે જનરલ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર ર્નિણય વિશે જાણકારી આપી. નોટિફિકેશન ગુરૂવાર મોડી સાંજે જારી થયુ. નોટિફિકેશન અનુસાર માર્ચ ત્રિમાસિક દરમિયાન જીપીએફ પર ૭.૧ ટકા વ્યાજ મળશે, જે ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ ૭.૧ ટકા જ હતુ. તેનો અર્થ થયો કે જીપીએફના વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી.
જીપીએફ સિવાય આના સિમિલર અન્ય પ્રોવિડન્ટ ફંડ પર પણ માર્ચ ત્રિમાસિકમાં ૭.૧ ટકાના દરથી જ વ્યાજ મળશે. નોટિફિકેશન અનુસાર આ ર્નિણય જે પ્રોવિડન્ટ ફંડ પર લાગુ છે, તેના નામ છે- જનરલ પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસ), કન્ટ્રીબ્યૂટરી પ્રોવિડન્ટ ફંડ (ઈન્ડિયા), ઓલ ઈન્ડિયા સર્વિસ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટ રેલવે પ્રોવિડન્ટ ફંડ, જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસ), ઈન્ડિયન ઓર્ડનેન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, ઈન્ડિયન ઓર્ડનેંસ ફેક્ટ્રીસ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ, ઈન્ડિયન નેવલ ડોકયાર્ડ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ, ડિફેન્સ સર્વિસ ઓફિસર્સ પ્રોવિડન્ટ ફંડ અને આર્મ્ડ ફોર્સેજ પર્સનલ પ્રોવિડન્ટ ફંડ.
જીપીએફ એક ટાઈપનું પ્રોવિડન્ટ ફંડ છે, જે માત્ર સરકારી કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ઈપીએફ અને પીપીએફ તેના સમાન છે. એક સરકારી કર્મચારીની સેલેરીનો નક્કી ભાગ જીપીએફમાં જાય છે. શરત એટલી કે તેને સસ્પેન્ડ કરવામાં આવે નહીં. નિવૃત્તિથી ૩ મહિના પહેલા જીપીએફમાં કર્મચારીનું કન્ટ્રીબ્યૂશન બંધ થઈ જાય છે.
સરકાર દર ક્વાર્ટરમાં જીપીએફના વ્યાજ દર નોટિફાઈ કરે છે. જીપીએફના વ્યાજદરમાં ૨૦૨૦-૨૧થી જ કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી. તેના પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની પહેલા ક્વાર્ટરમાં જીપીએફ પર ૮ ટકાનું વ્યાજ મળી રહ્યુ હતુ, જે બાદમાં ઓછુ થતુ ગયુ. જીપીએફ પર ૨૦૦૭થી અત્યાર સુધી મોટાભાગે ૮ ટકાનું વ્યાજ રહ્યુ છે. વચ્ચે ૨૦૧૨-૧૩ માં જીપીએફ પર ૮.૮૦ ટકાનું સૌથી વધુ વ્યાજ મળી રહ્યું હતું SS2SS