Western Times News

Gujarati News

મેડિકલના સ્ટુડન્ટ્‌સ વર્ષે ૨૦ વીકલી ઓફ લઈ શકશે

નવી દિલ્હી, દેશભરના મેડિકલ સ્ટુડન્ટ માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્ટુડન્ટના વર્કિંગ અને રજાઓને લઈને નવા નિયમ બનાવવામાં આવ્યા છે જેનો અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ મેડિકલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટની લાઈફને થોડી સરળ બનાવવા માટે આ ર્નિણય કર્યો છે જેમાં સ્ટુડન્ટ હવે દર વર્ષે શૈક્ષણિક રજાઓ ઉપરાંત ઓછામાં ઓછી ૨૦ વીકલી ઓફ લઈ શક્શે. આ આદેશને લઈને એક સૂચના જાહેર કરીને મેડિકલ કોલેજાે અને યુનિવર્સિટીઓને મોકલવામાં આવી છે અને તેમને આ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ની બેઠકમાં એ પણ ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં મેડિકલ સ્ટુડન્ટે તેમના અભ્યાસક્રમ દરમિયાન ૩ મહિના જિલ્લા હોસ્પિટલમાં પસાર કરવાના રહેશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ હવે સરકારી એજન્સીઓ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમજ મેડિકલના સ્ટુડન્ટોએ હવે ફુલ ટાઈમ રેસિડેન્ડ ડૉક્ટર તરીકે કામ કરવું પડશે, જાે કે આ દરમિયાન એક દિવસ આરામ કરવા માટે પણ સમય આપવામાં આવશે.

આ અંગે એનએમસીના પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ ડૉ.વિજય ઓઝાએ જણાવ્યા હતું કે નવા ર્નિણયોથી મેડિકલ સ્ટુડન્ટોનો તણાવ ઓછો થશે અને તેમને આરામ કરવાનો સમય મળશે, જેથી તેઓ બીજા દિવસે નવી ઉર્જા સાથે કામ કરી શકે.

આ સિવાય બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે મેડિકલ સ્ટુડન્ટ જાે મંજૂર દિવસો કરતા વધુ રજા લે છે તો તેની તાલીમનો સમયગાળો તેટલા દિવસો વધી જશે એટલે કે સ્ટુડન્ટે એટલા દિવસ સુધી વધારે તાલીમ લેવી પડશે.

આ ઉપરાંત જાે મેડિકલ સ્ટુન્ડની હાજરી ૮૦ ટકાથી વધુ હશે તો જ તેઓને પરીક્ષા માટે બેસવા દેવામાં આવશે. કોલેજાેએ મેડિકલના સ્ટુન્ડને હોસ્ટેલની સુવિધા આપવી ફરજિયાત છે પરંતુ સ્ટુન્ડ માટે હોસ્ટેલમાં રહેવું ફરજિયાત નથી.

આ ઉપરાંત બેઠકમાં અન્ય એક મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં પીજીકોર્સમાં પ્રવેશ માટે નીટક્રેક કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવશે, પરંતુ જ્યાં સુધી સૂચિત નેશનલ એક્ઝિટ ટેસ્ટ (એક્સટ) લાગુ ન થાય ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.