Western Times News

Gujarati News

સુરતમાં B.Sc.ના વિદ્યાર્થીનું ટેમ્પોની અડફેડે મોત નિપજ્યું

પ્રતિકાત્મક

સુરત, સુરતમાં પુણેથી માતાને મળવા આવેલ બીએસસીના વિદ્યાર્થીનું ટેમ્પોના અડફેડે મોત નીપજયું છે. ૨૩ વર્ષીય વિદ્યાર્થી માતાને મળ્યા બાદ મિત્રો સાથે બાઇક પર ચા પીવા જઈ રહ્યો હતો.

અચાનક ગોડાદરા-ડીંડોલી બ્રિજ પર ટેમ્પો ચાલે કે બ્રેક મારતા બાઈક ટેમ્પો સાથે ભટકાઈ હતી. વિદ્યાર્થીનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ આસપાસ એક સોસાયટીમાં રહેતા તુકારામ પાટીલ ટેમ્પો ડાઈવર તરીકે નોકરી કરે છે.

તેમને પરિવારમાં ૨ પુત્રી એક પુત્ર છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર ચંદ્રરાજ મહારાષ્ટ્રના પુણેમાં મ્જીઝ્રના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચંદ્રરાજ ની માતા નું એપેન્ડિક્સનું ઓપરેશન થયું હતું. જેથી ચંદ્રરાજ માતાને મળવા સુરત આવ્યો હતો.

પરિવારને મળ્યા બાદ ચંદ્રરાજ મિત્રનો જન્મદિવસ હોવાથી મિત્ર સાથે બાઈક પર ચા પીવા જઈ રહ્યો હતો. દરમિયાન ગોડાદરા ડીંડોલી બ્રિજ પર એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળથી આવી રહેલ વિદ્યાર્થી ચંદ્રરાજની બાઇક ટેમ્પો સાથે ભટકાઈ હતી. જ્યાં ચંદ્રરાજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના જલગાવના વતની તુકારામ પાટીલને પરિવારમાં બે પુત્રી એક પુત્ર છે.

તેવો પુત્ર ચંદ્રરાજને સરકારી કર્મચારી બનાવવા માટે તેની પાછળ મહેનત કરતા હતા. એકના એક પુત્ર હોવાથી પિતા ડ્રાઈવર તરીકે નોકરી કરી પુત્રને ઉચ્ચ શિક્ષણ કરવા માટે મહારાષ્ટ્રના પુણે ખાતે બીએસસી કરવા મોકલ્યો હતો. ત્યારે માતાનું એપેન્ડિક્સ નું ઓપરેશન હોવાથી પુત્ર માતાને જાેવા માટે સુરત આવ્યો હતો.

૨૪ કલાકમાં જ પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારે એકના એક પુત્રને ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવાર સહિત સ્થાનિક લોકોમાં શોકનું માહોલ સર્જાયો છે. બીજી બાજુ ડીંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પોને કબજે કરી ચાલક વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.