Western Times News

Gujarati News

બોગસ DySPએ ગોંડલના ૩ યુવાનને નોકરીની લાલચ આપી પ૦.૪૧ લાખ ખંખેર્યા

પ્રતિકાત્મક

EPFOમાં નોકરીનો નકલી ઓર્ડર મોકલ્યો’તો, ગોંડલના સાગરીત શૈલેન્દ્ર વ્યાસનું નામ ખૂલ્યું

ગોંડલ, જૂનાગઢ પંથકમાં નકલી ડીવાયએસપીએ ગોંડલમાં પણ લેબ ટેકનિશિયનની પત્નિ સહિત ત્રણ શખસને શિશામાં ઉતારી ઈપીએફઓ કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી અપાવી દેવાના બહાને પ૦.પ૧ લાખ રૂપિયા ઓળવી ગયાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને લેબોરેટરી ધરાવતા ભાર્ગવભાઈ અશોકભાઈ જસાણી (ઉ.૩૩)એ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના કેશોદના નકલી ડીવાયએસપી વિનીત દવે અને ગોંડલના શેલેન્દ્રભાઈ વ્યાસનું નામ આપ્યું છે. જે જમીન મકાનની દલાલીનું કામ કરે છે.

ફરિયાદીના પત્ની છેલ્લાં સાત વર્ષથી સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય થોડા સમય પહેલા જ પાડોશમાં રહેતા મનીષભાઈના દીકરાને શૈલેન્દ્રભાઈ વ્યાસે રેલવે પટ્ટાવાળા તરીકે નોકરી અપાવેલ હોય ફરિયાદીએ પોતાની પત્નીને સરકારી નોકરીમાં ગોઠવી આપવા માટે શૈલેન્દ્રભાઈનો સંપર્ક કરતા શિક્ષક કે આરોગ્ય વિભાગમાં નોકરી માટે રપ લાખ અને કેન્દ્રમાં નોકરી માટે ર૦ લાખનો વહીવટ કરવો પડશે તેમ કહ્યું હતું.

ત્યારબાદ આરોપી શૈલેન્દ્ર વ્યાસે નકલી ડીવાયએસપી વિનીત દવે સાથે મિટિંગ કરાવી હતી જેમાં વાટાઘાટ બાદ પીએફ કચેરીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી અપાવવાનું કહી ર૦ લાખ માગ્યા હતા અને ૧૬.પ૧ લાખમાં નકકી થયું હતું જેમાં પ.પ૧ લાખ એડવાન્સ આપ્યા હતા અને બાકીના ૧૧ લાખ દસ દિવસ પછી ચૂકવી આપ્યા હતાં.

આ જ રીતે આરોપીએ ફરિયાદીના પાડોશમાં રહેતા મુકેશભાઈ નાનાલાલ વડેરાના દીકરા પાસેથી ર૧ લાખ અને મેહુલભાઈ નાનાલાલ વડેરાના દીકરા પાસેથી ૧૭ લાખ નોકરી અપાવી દેવાના બહાને પડાવ્યા હતા. બાદમાં વોટસએપ ઉપર નકલી ઓર્ડર મોકલાવી પીએફ કચેરીએ લઈ જઈ ટૂંક સમયમાં ટ્રેનિંગ શરૂ થશે તેવા વાયદા કરી આજદીન સુધી નોકરી અપાવી ન હતી.

ભોગ બનનાર ત્રણેય વ્યક્તિઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. નકલી ડીવાયએસપી બની લોકોને શીશીમાં ઉતારતો વિનીત દવે મૂળ જૂનાગઢનો છે અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે પોતે વલસાડમાં ડીવાયએસપી હોવાનું કહી લોકોને ઠગતો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.