Western Times News

Gujarati News

પુયા રેમોન્ડી દુનિયાનો સૌથી વિચિત્ર છોડ…

પુયા રેમોન્ડી સામાન્ય રીતે કેક્ટસ જેવું લાગે છે, તે દક્ષિણ અમેરિકામાં ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉગે છે

અનોખુ છોડ ૧૦૦ વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે

નવી દિલ્હી, આવા ઘણા વૃક્ષો અને છોડ પ્રકૃતિમાં જોવા મળે છે, જે ખૂબ જ અનોખા છે. પરંતુ આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જે પૃથ્વી પરના સૌથી વિચિત્ર છોડમાંથી એક છે, જેનું નામ છે પુયા રાયમોન્ડી. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોડ ૧૦૦ વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે. આ છોડમાં એવા અનેક ગુણો છે, જેને જાણીને તમે ચોંકી જશો. અહેવાલ મુજબ, પુયા રાયમોન્ડી એ એક દુર્લભ અને વિશાળ છોડ છે જે સદીમાં માત્ર એક જ વાર ખીલે છે

તેથી મોટાભાગના લોકો માટે આ દુર્લભ લુપ્તપ્રાય છોડને ખીલતો જોવાની તક જીવનમાં માત્ર એક જ વાર મળશે. આ છોડને એન્ડીઝની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે છોડ લગભગ ૮૦થી ૧૦૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે જ તે ખીલે છે. પુયા રેમોન્ડી સામાન્ય રીતે કેક્ટસ જેવું લાગે છે. તે દક્ષિણ અમેરિકામાં ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉગે છે.

બર્કલે ખાતે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બોટનિકલ ગાર્ડનના ડિરેક્ટર પૌલ લિચ્ટે સીબીએસ સાન ફ્રાન્સિસ્કો ન્યૂઝને જણાવ્યું હતું કે છોડ નબળી જમીન સાથે ઠંડી અને સૂકી સ્થિતિમાં ઉગી શકે છે. જ્યારે perunorth.comના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે પુયા રાયમોન્ડી વિશ્વની સૌથી મોટી બ્રોમેલિયાડ છે. આ ઉપરાંત તે વિશ્વની સૌથી ઉંચી ફૂલ સ્પાઇક પણ છે. છોડને પરિપક્વ થવામાં કેટલો સમય લાગે છે તે ચર્ચાનો વિષય રહ્યો છે.

પુયા રેમોન્ડી ૩૩ ફૂટની ઉંચાઈ સુધી વધી શકે છે. જ્યારે તેના પર ફૂલો ખીલે છે, ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે. તેના પર હજારો સફેદ ફૂલો છે, જેમાં લાખો બીચ હોય છે. એક વખત ફૂલ આવ્યા બાદ આ છોડ સુકાઈ જાય છે અને પછી મરી જાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેના પર ૮ હજારથી ૨૦ હજાર ફૂલો ખીલી શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.