Western Times News

Gujarati News

ટી૨૦માં ૩૦૦૦ રન પાર કરનારી સ્મૃતિ મંધાના બીજી ભારતીય

મેલબોર્ન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટી૨૦આઈમાં ઈતિહાસ રચ્યો હતો. સ્મૃતિએ ટી૨૦આઈમાં ૩,૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો છે. તે ટી૨૦આઈમાં ૩,૦૦૦ રનનો આંકડો પાર કરનાર ઓવરઓલ છઠ્ઠી અને ભારતની બીજી મહિલા ખેલાડી બની ગઈ છે.
મંધાના પહેલા મહિલા ક્રિકેટમાં ભારત માટે માત્ર કેપ્ટન હરમનપ્રીત કૌરે આ આંકડો પાર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટી૨૦આઈ મેચમાં સ્મૃતિ મંધાનાએ રન ચેઝ કરતા ૫૨ બોલમાં ૫૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે ૭ ચોગ્ગા અને ૧ છગ્ગો પણ ફટકાર્યો હતો. ભારતને જીત અપાવવામાં મંધાનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સ્મૃતિ મંધાનાએ તેના અત્યાર સુધીના ક્રિકેટ કરિયરમાં ૧૨૬ ટી૨૦આઈ મેચની ૧૨૨ ઈનિંગમાં ૨૭.૪૯ની એવરેજ અને ૧૨૨.૦૮ની સ્ટ્રાઈક રેટથી ૩૦૫૨ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨૩ ફિફ્ટી પણ ફટકારી હતી. તેણે વર્ષ ૨૦૧૩માં બાંગ્લાદેશ સામે ટી૨૦આઈ ડેબ્યુ કર્યો હતો. ડીવાય પાટિલ સ્પોર્ટ્‌સ એકેડમીમાં રમાયેલી પ્રથમ ટી૨૦આઈમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૯ વિકેટથી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૧૯.૨ ઓવરમાં ૧૪૧ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૧૭.૪ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી જીત પોતાના નામે કરી હતી. ભારત માટે શેફાલી વર્માએ ૪૪ બોલમાં ૬ ચોગ્ગા ને ૩ છગ્ગાની મદદથી ૬૪ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.