Western Times News

Gujarati News

તારીખ ૨૫ માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે

નવી દિલ્હી, ચંદ્રગ્રહણ ખગોળીય અને ધાર્મિક બંને રીતે ખુબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને ખુબ ખાસ માનવામાં આવે છે. નવું વર્ષ શરુ થઇ ગયું છે અને વૈદિક પંચાંગની ગણના અનુસાર વર્ષ ૨૦૨૪માં ૫ ગ્રહણ લાગશે જેમાં ૩ ચંદ્રગ્રહણ હશે અને ૨ સૂર્યગ્રહણ. પહેલું ચંદ્રગ્રહણ ૨૫ માર્ચના રોજ થશે.

૨૫ માર્ચે ચંદ્ર કન્યા રાશિમાં હાજર રહેશે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. આ વર્ષે ચંદ્ર ગ્રહણ પર હોળીનો તહેવાર છે. પંચાંગની ગણતરી મુજબ વર્ષ ૨૦૨૪માં હોળીનો તહેવાર ૨૫ માર્ચે ઉજવવામાં આવશે અને તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ થશે.

વૈદિક કેલેન્ડર અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ ૨૪ માર્ચે રાત્રે ૦૯ઃ૫૭ વાગ્યે શરૂ થશે અને ૨૫ માર્ચના રોજ સવારે ૧૨ઃ૩૨ વાગ્યે સમાપ્ત થશે. આ રીતે, હોળીનો તહેવાર ૨૫ માર્ચે ચંદ્રગ્રહણની છાયામાં ઉજવવામાં આવશે. હિન્દી કેલેન્ડર મુજબ, ચંદ્રગ્રહણ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે ૨૫ માર્ચ ૨૦૨૪ સોમવારના રોજ થશે.

આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સવારે ૧૦.૨૩ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ૦૩.૦૨ વાગ્યા સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. આ ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગો, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેÂલ્જયમ, દક્ષિણ નોર્વે અને સ્વિટ્‌ઝરલેન્ડમાં દેખાશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૨૫ માર્ચે થનારું ચંદ્રગ્રહણ તમામ રાશિના લોકોને અસર કરશે, પરંતુ કેટલીક રાશિના લોકો પર આ ચંદ્રગ્રહણની ખાસ અસર પડી શકે છે. આ ચંદ્રગ્રહણને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને સારો આર્થિક લાભ થઈ શકે છે.

મિથુન, સિંહ, મકર અને ધનુ રાશિના લોકો પર આ ચંદ્રગ્રહણની શુભ અસર પડશે. વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ પછી, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલમાં ચૈત્ર અમાસના રોજ થશે. જે પશ્ચિમ એશિયા, દક્ષિણ-પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.