Western Times News

Gujarati News

ગ્લોબલ ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મ ર્નિભર ભારત સહિતની વિવિધ થીમ પર આધારિત ૧૩ સ્ટોલ

ગાંધીનગર, પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ ર્નિભર ભારત” સહિતની વિવિધ થીમ પર આધારિત ૧૩ સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં ૨૦ દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓ રજૂ કરશે. આ ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્‌સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્‌સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.રાજ્યમાં દર બે વર્ષે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તા.૯થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- ૨૦૨૪ યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થોડીવારમાં જ ઉદઘાટન કરવામાં આવશે.

ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત દેશ- વિદેશના મહાનુભાવો,ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો તા.૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ,એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, -સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે.

જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.