Western Times News

Gujarati News

દારૂ તો બધા પીવે છે પણ મને બદનામ કરવામાં આવ્યો : પ્રવીણ કુમાર

નવી દિલ્હી, ૨૦૦૦નો દશક ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ સુવર્ણકાળ હતો. તે સમયે નાના શહેરોના ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમતા હતા. દેશમાં ક્રિકેટ એટલું લોકપ્રિય હતું કે લોકો તેને જાેવાનું પસંદ કરતા હતા. પ્રવીણ કુમાર ૨૦૦૦ના દાયકાના ખેલાડી હતા. જેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહીં. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો હતો.

ધ લલ્લનટોપ સાથે વાત કરતા મેરઠના ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે કહ્યું હતું કે, “જ્યારે હું ભારતીય ટીમમાં હતો, ત્યારે સિનિયરો કહેતા હતા કે દારૂ પીવો જાેઈએ નહીં, આ ન કરવું કે તે ન કરવું. બધા ડ્રિંક કરતા હતા પણ બદનામ પીકે (પ્રવીણ કુમાર) એક જ થઈ ગયો કે એ પીવે છે.

આ દરમિયાન પ્રવીણને એ પણ પૂછવામાં આવ્યું કે શું સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી જેવા સિનિયરોએ તેને દારૂ ન પીવા માટે કહ્યું હતું? આનો જવાબ આપતા પ્રવીણે કહ્યું, ના, હું કેમેરામાં નામ લેવા માંગતો નથી.

પીકેને કોણે બદનામ કર્યો છે તે બધા જાણે છે. દરેક વ્યક્તિ તેને ઓળખે છે. જેઓ મને અંગત રીતે જાણે છે. તેઓ જાણે છે કે હું કેવો છું. મને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવીણ કુમાર ભારત માટે ૬ ટેસ્ટ, ૬૮ ઓડીઆઈ અને ૧૦ ્‌૨૦ મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન આ ફાસ્ટ બોલરે અનુક્રમે ૨૭, ૭૭ અને ૮ વિકેટ ઝડપી છે. તેણે વનડેમાં અડધી સદી પણ ફટકારી છે.

સારા આંકડા હોવા છતાં તેની કારકિર્દી લાંબો સમય ટકી શકી નહોતી. આઈપીએલમાં પ્રવીણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ જેવી ટીમો માટે પણ રમી ચૂક્યો છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.