Western Times News

Gujarati News

બોલિવુડ ફિલ્મોની કોપી કરવામાં સાઉથ પણ આગળ

મુંબઈ, આમિર ખાનના ફિલ્મી કરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક ‘૩ ઈડિયટ્‌સ’ છે. કોલેજની સ્ટોરી પર ફરહાન, રાજુ અને રાંચો જેવા પાત્રો. આ તસવીરે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. આવામાં તેની ૨૦૧૨ માં કોઈપણ વિલંબ વિના તેની તમિલ રિમેક તૈયાર કરવામાં આવી હતી. ‘નનબન’ આમિર ખાનની ‘૩ ઈડિયટ્‌સ’ની રિમેક છે.

ફિલ્મમાં વિજય, જીવા, ઈલિયાના ડીક્રુઝ અને સત્યરાજ જેવા કલાકારો હતા. આયુષ્માન ખુરાનાએ પોતાની પહેલી જ ફિલ્મથી બોલિવિડને હલાવી દીધું હતું. તેને પોતાના ડેબ્યૂમાં જે કર્યું તે પહેલા ક્યારેય થયું ન હતું. ફિલ્મનું નામ હતું ‘વિકી ડોનર’. સ્પર્મ ડોનર બનવાની આયુષ્માનની સ્ટોરી સાઉથ ઈન્ડસ્ટ્રીને પણ ગમી. પછી શું, તેની તમિલ રિમેક ‘ધરાલા પ્રભુ’ બની. આ ફિલ્મ પણ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી.

ફિલ્મમાં હરેશ કુમાર અને તાન્યા મુખ્ય ભૂમિકામાં હતા. કોર્ટ રૂમમાં તીક્ષ્ણ સવાલ પૂછતી અને દરેક સવાલનો જવાબ આપતી તાપસી પન્નુને કોણ ભૂલી ગયું છે? કાળા કોટમાં અમિતાભ બચ્ચનનું પાત્ર પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘પિંક’ મહિલાઓ પર આધારિત ફિલ્મોમાંથી એક છે. આવામાં આ ફિલ્મ તમિલમાં તૈયાર કરવામાં આવી હતી, જે હતી ‘નેરકોંડા પારવાઈ’.

આ ફિલ્મને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો હતો. જાે કમાણી સારી હોય, તો તેલુગુ ઈન્ડસ્ટ્રી ક્યાં પાછળ રહી જાય? ત્યાં પણ તેની રિમેક બની હતી, જેનું નામ ‘વકીલ સાબ’ હતું. મુન્ના અને સર્કિટની જાેડી બોલિવુડના એવા કપલમાંથી એક છે જેણે દર્શકોને હસાવ્યા છે. તેને પોતાના એક્ટિંગથી આપણા દિલમાં પણ ખાસ જગ્યા બનાવી છે.

સંજય દત્ત અને અરશદ વારસીની ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. રાજકુમાર હિરાનીની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ સાઉથની ઘણી ભાષાઓમાં પણ રીમેક કરવામાં આવી હતી. જ્યાં ચિરંજીવી તેલુગુમાં ‘શંકર દાદા એમબીબીએસ’ તરીકે જાેવા મળ્યા હતા. તો તમિલ અને કન્નડમાં પણ ફિલ્મની કોપી કરવામાં આવી હતી.

આ લિસ્ટમાં વિદ્યા બાલનની ‘કહાની’ પણ છે. આ ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. આ જબરદસ્ત સ્ટોરી લાઈનએ માત્ર ફેન્સના દિલ જીત્યા જ નહીં, પરંતુ વિદ્યાની એક્ટિંગ એટલી શાનદાર હતી કે ફેન્સ તેને જાેવા માટે અંત સુધી તેની ખુરશીઓ પર બેસી રહેતા. ફિલ્મની તેલુગુ રિમેક તૈયાર કરવામાં આવી હતી. સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ નયનતારાએ આમાં ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મ હતી ‘અનામિકા’. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.