Western Times News

Gujarati News

લાઇસન્સ વગર પતંગ ઉડાડવી તમને મુશ્કેલીમાં મૂકી દેશે

અમદાવાદ, દેશભરમાં મકરસંક્રાતિની ધૂમ છે. લોકો ઉત્તરાયણ આવવાના ૧૦ દિવસ પહેલા જ પતંગ ઉડાવવાનું શરૂ કરી નાખે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો પતંગ ચગાવે છે. જાેકે તમને એ ખબર છે કે મંજૂરી વગર પતંગ ઉડાવવી ગુનો છે. આ માટે તમને દંડ પણ થઈ શકે છે. જાણીને નવાઈ લાગશે કે, પતંગ ઉડાવવા માટે પણ તમારે પરમિટની જરૂર હોય છે. ખરેખર, ભારતીય એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ હેઠળ ભારતમાં પતંગ ઉડાડવી ગેરકાયદેસર છે.

જાે તમે તેના માટે લાયસન્સ મેળવ્યું હોય તો જ તમે પતંગ ઉડાડી શકો છો. જાે તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો, તો તમને ૨ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સિવાય ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. તમે વિચારતા હશો કે પતંગ ઉડાવવી ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? તેનું કારણ એ છે કે કાયદા હેઠળ તે વિમાનના દાયરામાં પણ આવે છે.

ભારતીય એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ હેઠળ આપવામાં આવેલી ‘વિમાન’ની વ્યાખ્યામાં પતંગનો પણ સમાવેશ થાય છે. માત્ર પતંગ જ નહીં, ઉડતા બલૂન, ગ્લાઈડર પણ એરક્રાફ્ટની શ્રેણીમાં આવે છે. શું છે આ કાયદાની તે જાેગવાઈ કે જેના હેઠળ પતંગ ઉડાડવાથી જેલ પણ થઈ શકે છે. ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ની કલમ ૧૧ કહે છે કે, ‘જે કોઈ વ્યક્તિ જાણીજાેઈને કોઈ પણ વિમાનને એવી રીતે ઉડાડે છે કે જેનાથી કોઈ વ્યક્તિ અથવા જમીન, પાણી અથવા હવામાં કોઈપણ સંપત્તિને નુકસાન થાય, તો તેને ૨ વર્ષ સુધીની સજા અથવા દંડ રૂ. ૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે.

આ ઉપરાંત, સજા દંડ અથવા બંને હોઈ શકે છે. આ કાયદો ૨૦૦૮માં બદલાયો હતો જેમાં સજા અને દંડમાં વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલા, ૬ મહિના સુધીની જેલ અને ૧૦,૦૦૦ રૂપિયા દંડની સજા હતી. બ્રિટિશ કાળથી ખતરનાક રીતે પતંગ ઉડાડવા પર સજા આપતો બહુ જૂનો કાયદો છે, પરંતુ મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી.

આ જ કારણ છે કે, લાયસન્સ વગર પતંગ ઉડાડવામાં આવે છે. લાઇસન્સ ક્યાંથી મેળવવું તે અંગે કંઈ સ્પષ્ટ નથી. આ માટે સિવિલ એવિએશન ઓથોરિટી પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. ૨૦૧૮ માં કેટલાક કાર્યકરોએ મોટા પાયે પતંગ ઉડાવવા માટેના લાઇસન્સ માટે નાગરિક ઉડ્ડયન સત્તામંડળને અરજી કરી હતી. તેમનો હેતુ આ જૂના કાયદાની અસંગતતા તરફ સત્તાવાળાઓ અને લોકોનું ધ્યાન દોરવાનો હતો.

કેટલાક રાજ્યોમાં, સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી લાયસન્સ પણ મેળવી શકાય છે. પતંગ ઉડાડવું એ રોમાંચથી ભરપૂર છે પણ ખતરનાક પણ છે. ઘણી વખત બાળકો અથવા તો ક્યારેક પુખ્ત વયના લોકો પણ પતંગ ઉડાવવાનો પ્રયાસ કરતી વખતે છત પરથી પડી જાય છે. અન્ય લોકોના પતંગની દોરી સરળતાથી કાપવા માટે પણ લોકો ખતરનાક માંજાનો ઉપયોગ કરે છે.

ખાસ કરીને ચાઈનીઝ દોરી ખૂબ જ ખતરનાક હોય છે. આના ઝપેટમાં આવવાથી દર વર્ષે સેંકડો પક્ષીઓ મૃત્યુ પામે છે. રોડ પર લટકેલા માંજાને કારણે કેટલીકવાર અકસ્માતો સર્જાય છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.