Western Times News

Gujarati News

બીવી નંબર-૧ ફિલ્મને નકાર્યા બાદ શરૂ થઇ ગોવિંદાની પડતી શરૂ થઈ

મુંબઈ, ૯૦ ના દશકમાં, ગોવિંદા બોલિવૂડનો સુપરસ્ટાર હતો જેની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેતી હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી. કોમેડી હોય, એક્શન હોય કે ઈમોશન, તે દરેક પાત્રમાં ફીટ થઈ જતો હતો, પરંતુ અચાનક તેના કરિયરની ગાડી પાટા પરથી ઉતરવા લાગી અને આજે તે સિલ્વર સ્ક્રીનથી ઘણો દૂર છે.

એક સમય હતો જ્યારે બોલિવૂડના દિગ્ગજ એક્ટર્સની લિસ્ટમાં ગોવિંદનું નામ સામેલ હતું. તે એવો સુપરસ્ટાર હતો, જેની ફિલ્મોની લોકો રાહ જોતા હતા. તેમનું સ્ટારડમ ગજબ હતું. આજે અમે તમને જણાવીશું કે ગોવિંદાની ફિલ્મો ક્યારે ફ્લોપ અને ડિઝાસ્ટર થવા લાગી હતી. વર્ષ ૧૯૯૯ની વાત છે, જ્યારે ફિલ્મ ‘બીવી નંબર ૧’ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મ માત્ર ગોવિંદા માટે લખવામાં આવી હતી, કારણ કે આ તે સમય હતો જ્યારે કરિશ્મા કપૂર સાથે ગોવિંદાની જોડી ખૂબ જ પોપ્યુલર હતી, તેમની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ સુપરહિટ થઈ જતી હતી. ગોવિંદા આ ફિલ્મ કરવા માટે તૈયાર હતો, પરંતુ તે આ ફિલ્મમાં સુÂષ્મતા સેન સાથે કામ કરવા માંગતો ન હતો અને જ્યારે આ વાત મેકર્સ સુધી પહોંચી તો તેઓએ સુÂષ્મતાને ફિલ્મમાંથી હટાવવાની ના પાડી દીધી અને પછી ગોવિંદાએ પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. ખરેખર, તે સુÂષ્મતા સાથે કામ કરવા માંગતો ન હતો. ગોવિંદાએ ના પાડતા જ આ ફિલ્મ સલમાન ખાનની ઝોળીમાં આવી ગઈ.

આ ફિલ્મ પછીથી સલમાન ખાન સાથે બની હતી, જેમાં કરિશ્મા અને સુÂષ્મતા સેન પણ લીડ રોલમાં જોવા મળી હતી. જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી, ત્યારબાદ સલમાન ખાનની કેરિયરે જોર પકડ્યું હતું, પરંતુ અહીંથી ગોવિંદાના કરિયરને મોટો ફટકો પડ્યો હતો.

આ ફિલ્મની ઓફર નકાર્યા બાદ ગોવિંદાનું કરિયર બરબાદ થવાની શરૂઆત થઇ. બોક્સ ઓફિસ ઈન્ડિયાના ડેટા અનુસાર, ૧૯૯૯ પછી, માત્ર ૨ હિટ ફિલ્મો અને કેટલીક એવરેજ ફિલ્મોને બાદ કરતાં, ગોવિંદાની લગભગ તમામ ફિલ્મો ફ્લોપ અને ડિઝાસ્ટર સાબિત થઈ અને પછી ખૂબ જ ટૂંક સમયમાં ગોવિંદા ફિલ્મોમાંથી ગાયબ થવા લાગ્યો.

ગોવિંદાએ ૧૬૫ થી વધુ હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાને ભારતના સૌથી પોપ્યુલર એક્ટર્સમાંથી એક તરીકે સ્થાપિત કરી છે. ગોવિંદા તેની શાનદાર એક્ટિંગ અને ડાન્સિંગ માટે જાણીતો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.