પ્રાણ પ્રતિષ્ઠા અંગે શંકરાચાર્યો સાથે ચર્ચા જરૂરી : ઉદ્ધવ ઠાકરે
મુંબઈ, અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. હવે રામ મંદિરને લઈને શિવશેના (ઉદ્ધવ)ના નેતા ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, ‘રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, સૌ માટે ખુશની વાત છે.
પરંતુ હું દેશભક્ત છું, અંધભક્ત નહીં. મારા પિતાનું સપનું રામ મંદિર બનાવવાનું હતું અને હવે મંદિર બની રહ્યું છે. પરંતુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે શંકરાચાર્યો સાથે ચર્ચા થવી જાેઈએ.’
શિવસેના (ઉદ્ધવ)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને ૨૨મી જાન્યુઆરીએ નાસિકમાં પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું છે. શિવસેના (ઉદ્ધવ) ૨૨મી જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ દરમિયાન મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે. આ પત્રમાં લખ્યું છે કે,’ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા છે, પરંતુ નાશિક-પંચવટી દંડકારણ્ય તેમની કર્મભૂમિ છે. ભગવાન રામના વનવાસ દરમિયાન આદિવાસીઓ અને વનવાસીઓ સાથે ગાઢ સંબંધો હતા.
ભગવાન રામની જીવન લીલાના પ્રમાણ આજે પણ નાસિકનું કાલારામ મંદિરમાં જાેવા મળે છે.’ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તડામાર તૈયારી ચાલી રહી છે. જાે કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ચારેય શંકરાચાર્યો હાજરી આપશે કે નહીં તે અંગે શંકા છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહી દીધું છે કે, આ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે. તે બંનેએ કહ્યું છે કે ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને નથી યોજાઈ રહ્યો. કોઈ શાસ્ત્રોની વિરુદ્ધ ના જઈ શકે. તેથી અમે આ કાર્યક્રમમાં નહીં આવી શકીએ.’ SS2SS