Western Times News

Gujarati News

મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિઝનો IPO 15 જાન્યુઆરી, 2024એ ખૂલશે

અમદાવાદ, 13 જાન્યુઆરી, 2024: મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસિઝ લિમિટેડ (“Medi Asistant Healthcare Services Ltd.”)નો આઈપીઓ સોમવાર 15 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. જેના એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 12 જાન્યુઆરી, 2024 છે. આઈપીઓ ઑફર સબ્સ્ક્રિપ્શન માટે 15 જાન્યુઆરી, 2024ના રોજ ખુલશે અને બુધવારે 17 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. ઈશ્યૂ ઓફરની પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 397-418 છે. રોકાણકાર લઘુત્તમ 35 ઈક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બીડ ભરી શકશે.

આ ઓફરમાં ડૉ. વિક્રમ જીત સિંહ છટવાલ દ્વારા 2,539,092 સુધીના ઇક્વિટી શેર્સ; મેડીમેટર હેલ્થ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 12,468,592 ઈક્વિટી શેર્સ સુધી (અને ડૉ. વિક્રમ જીત સિંહ છટવાલ સાથે, “પ્રમોટર સેલિંગ શેરધારકો”); બેસેમર હેલ્થ કેપિટલ એલએલસી દ્વારા 6,606,084 ઇક્વિટી શેર સુધી (“પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર”); ઈન્વેસ્ટકોર્પ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ I દ્વારા 6,275,706 ઇક્વિટી શેર્સ સુધી (“ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર”); વિવેક પંડિત દ્વારા 26,382 ઇક્વિટી શેર્સ સુધી, રાહુલ એમ ખન્ના દ્વારા 22,613 ઇક્વિટી શેર્સ સુધી, શંકર રાવ પાલેપુ દ્વારા (પાલેપુ નીના રાવ સાથે સંયુક્ત રીતે)

અને પ્રમોદ મનોહર આહુજા (જ્યોતિ આહુજા સાથે સંયુક્ત રીતે) દ્વારા 17,337 ઇક્વિટી શેર્સ સુધી, કેશવ સાંઘી દ્વારા 17,337 ઇક્વિટી શેર્સ સુધી (વિનીતા કેશવ સાંઘી સાથે સંયુક્ત રીતે), અમિતકુમાર ગજેન્દ્રકુમાર પટણી દ્વારા 13,568 ઇક્વિટી શેર્સ (રુચિ અમિતકુમાર પટણી સાથે સંયુક્ત રીતે), અરિહંત પટણી દ્વારા 13,568 ઇક્વિટી શેર્સ સુધી,  જ્યોતિ આહુજા (પ્રમોદ મનોહર આહુજા સાથે) દ્વારા 5276 ઈક્વિટી શેર્સ અને રંજન સુરજપ્રકાશ સાંઘી (જયશ્રી સાંઘી સાથે સંયુક્ત રીતે) દ્વારા 5,276 ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “અન્ય વેચાણ શેરધારકો”) સમાવિષ્ટ છે.

9 જાન્યુઆરી, 2024ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) મારફત ઓફર કરવામાં આવતાં પ્રત્યેક ઈક્વિટી શેર (IPO) BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. ઓફરના હેતુઓ માટે BSE એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(b)ની શરતો મુજબ છે, જેમ કે SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે (“SCRR”) સુધારો. આ ઑફર SEBI ICDR રેગ્યુલેશનના નિયમન 6(1)ના પાલનમાં બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (“QIBs)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ ઓફર હિસ્સો 50 ટકાથી વધુ રહેશે નહીં. પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર BRLMs સાથે પરામર્શ કરીને, વિવેકાધીન ધોરણે, એન્કર ઈન્વેસ્ટર્સને QIB કેટેગરીના 60% સુધી ફાળવણી કરશે. (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”), જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે. એન્કર ઈન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં, બેલેન્સ ઇક્વિટી શેર્સ QIB કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“નેટ QIB કેટેગરી”)માં ઉમેરવામાં આવશે.

વધુમાં, નેટ QIB કેટેગરીનો 5% હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીની નેટ QIB કેટેગરી મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ QIB ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ બિડ્સને અનુરૂપ માન્ય રહેશે.

બિન-સંસ્થાકીય રોકાણકારો ((“NIIs”) (the “Non-Institutional Category”) માટે ઓફરના 15 ટકા ફાળવણી કરવામાં આવશે. જેમાં એનઆઈઆઈ કેટેગરીમાં 2 લાખથી વધુ અને 1 લાખ સુધીની બીડ સાઈઝ ધરાવતા બીડર્સને એક તૃતીયાંશ ફાળવણી થશે. અને બે તૃતીયાંશ હિસ્સો ₹ 1,000,000થી વધુની બિડ સાઈઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જો કે તેમાંથી કોઈ એકમાં અન્ડર-સબ્સ્ક્રિપ્શન હોય તો બિન-સંસ્થાકીય કેટેગરીની આ બે પેટા-શ્રેણીઓ બિન-સંસ્થાકીય શ્રેણીની અન્ય પેટા-કેટેગરીમાં SEBI ICDR નિયમનો અનુસાર બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધિન છે. વધુમાં, SEBI ICDR રેગ્યુલેશન્સ અનુસાર રિટેલ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (“RIIs”) (“રિટેલ કેટેગરી”)ને ફાળવણી માટે ઓફરના 35% હિસ્સો અનામત રહેશે, જે માન્ય બિડ્સને આધિન રહેશે.

તમામ બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય) બ્લોક રકમ (“ASBA”) પ્રક્રિયા દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા આ ઑફરમાં ભાગ લઈ શકશે, અને UPI રોકાણકારો (વ્યાખ્યાયિત) માટે UPI ID (ત્યારબાદ વ્યાખ્યાયિત) સહિત તેમના સંબંધિત બેન્ક ખાતાની વિગતો પ્રદાન કરશે. ત્યારપછી જેમાં બિડની રકમ SCSBs અથવા સ્પોન્સર બેન્કો દ્વારા બ્લોક કરવામાં આવશે.

એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વિગતો માટે, RHP ના પૃષ્ઠ 389 પર (“ઓફર પ્રક્રિયા”) પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાય છે), એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે. આ અખબારી યાદીમાં ઉલ્લેખિત તમામ કેપિટલાઇઝ્ડ શબ્દો કે જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી તેનો સમાન અર્થ RHPમાં સૂચવ્યા મુજબ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.