Western Times News

Gujarati News

૨૪ વર્ષના છોકરાનો મહિને પગાર ૮૪ હજાર રૂપિયા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, આજકાલના યુવાનોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેઓ વધુને વધુ પૈસા કમાઇને વહેલી તકે નિવૃત્ત થવા માંગે છે. કઇ રીતે વહેલા નિવૃત્ત થવું તેના વિવિધ રસ્તાઓ શોધતા રહે છે. વહેલા નિવૃત્ત થવા માટે તમારે કેટલા ભંડોળની જરૂર છે? ક્યાં રોકાણ કરવું જેથી તમને સારું વળતર મળે.

આ જ કારણ છે કે ઘણા યુવાનો નોકરીના શરૂઆતના વર્ષોમાં એટલું કમાઇ લે છે કે અન્ય લોકો જીવનભર કામ કરીને પણ કમાણી કરી શકતા નથી. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક છોકરાનો પગાર સાંભળીને તમારી આંખો પહોળી થઇ જશે. આ છોકરો માત્ર ૨૪ વર્ષનો છે, પરંતુ તેનો પગાર વાર્ષિક ૪૫ લાખ રૂપિયા છે.

જો કે આ કામ એટલું સરળ નથી. દરેક વ્યક્તિ તે કરી શકતું નથી, કારણ કે ત્યાં ઘણાં જોખમી કામ છે. તેમ છતાં ઘણા લોકો સારી નોકરી છોડીને આ કામ કરવા જઈ રહ્યા છે, કારણ કે તેમાં અઢળક પૈસા છે. રિપોર્ટ અનુસાર, મેસન ફ્રાન્સિસ ૨૪ વર્ષનો છે અને તે ઓસ્ટ્રેલિયાના કર્રાથા શહેરમાં રહે છે. આટલી નાની ઉંમરમાં તે રોજના ૮૪ હજાર રૂપિયા કમાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની પાસે કોઈ ડિગ્રી નથી, તેમ છતાં દર વર્ષે તે ૪૫ લાખ રૂપિયાથી વધુનો પગાર કમાય છે.

મેસનને તાજેતરમાં જ ટિકટોક પર તેની નોકરી વિશે ખુલીને વાત કરી હતી. “આ કામ નબળા મનના લોકો માટે નથી. પરંતુ જો તમારું લીવર મજબૂત હોય તો આ કામ કરવા માટે કોઇ યુનિવર્સિટીની ડિગ્રીની જરૂર નથી. માત્ર ૧૦ અઠવાડિયાની ટ્રેનિંગ છે, જે તમને આ નોકરી અપાવશે. પરંતુ કામ એટલું સરળ નથી.

મેસને જણાવ્યું કે, આ નોકરી થોડી અઘરી છે, પરંતુ વિશ્વાસ રાખો કે તમને એટલા પૈસા મળશે કે દુનિયાની કોઈ પણ કંપની તમને આટલા પૈસા નહીં આપી શકે. તમે વિચારતા હશો કે આખરે મેસન ફ્રાન્સિસ શું કરે છે? તો આ વાતનો ખુલાસો કરતા તેણે કહ્યું કે- તે એક તેલનું ખનન કરતી કંપનીમાં કામ કરે છે. તેણે ઓયલ રીગર તરીકે શરૂઆત કરી અને હવે તે સમુદ્રની નીચે જઇને ઓઇલ માઇનિંગ મશીનમાં કામ કરે છે. મેસને કહ્યું કે, તેને બ્રેક વગર સતત ૨૮ દિવસ સુધી કામ કરવું પડે છે.

આ સમય દરમિયાન દરિયાના તોફાની મોજાઓનો પણ સામનો થાય છે. ઘણી વખત શાર્કથી ઘેરાયેલી બોટ પર જ રહેવું પડે છે. આ નોકરીમાં જીવનું જોખમ રહેલું છે. મેસને કહ્યું કે, તે ફીફો જોબ્સ કરે છે. એનો અર્થ થાય છે ફ્લાય ઇન, ફ્લાય આઉટ. ઓઈલ માઈનિંગ કંપનીમાં બે પ્રકારના લોકો કામ કરે છે. ઓફશોર અને ઓનશોર. ઓફશોર તે છે જે સમુદ્રની નીચેના મશીનો પર કામ કરે છે, જ્યારે ઓનશોર તે છે જે બીચ પર કામ કરે છે અને રિફાઇનરીમાં તેલ મોકલવામાં લાગેલા છે.

જ્યાંથી તેલ આપણા પેટ્રોલ પંપ સુધી પહોંચે છે. જ્યારે કંપનીઓ તેમના કર્મચારીઓને કોઈ ચોક્કસ સ્થળે કામ કરવા માટે બહાર લઈ જાય છે, ત્યારે તેને ફીફો જોબ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, કંપની કર્મચારીઓને મફત રહેવાની, ફ્લાઇટ્‌સ અને ભોજનનો સંપૂર્ણ ખર્ચ ઉપાડે છે. મેસન પણ ૬ મહિના સુધી કામ કરે છે અને બાકીના ૬ મહિનાની રજા માણે છે. તેણે કહ્યું કે, આ દરમિયાન તે દુનિયાનો પ્રવાસ કરે છે. મેસન એકલો નથી, એક વ્યક્તિએ વાર્ષિક એક કરોડ કમાવા માટે યુનિવર્સિટી છોડી દીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.