Western Times News

Gujarati News

પર્યાવરણ પ્રત્યેની જાગૃત્તિના પ્રયાસોની દિશામાં ભારત આગળ વધ્યું:

પ્રતિકાત્મક

વર્ષ 2023માં ઈવીને લગતી પૂછપરછમાં 5 ગણો વધારો થયો, સીએનજીમાં વેચાણ 2.6 ગણું વધ્યું-કાર્સ24 દ્વારા પ્રસ્તુત ડેટા ‘માઈલેજ રિપોર્ટ’

સમગ્ર ભારતીય માર્ગો પર વર્ષ 2023માં આમૂલ પરિવર્તન થયું છે-ભારત સરકાર તરફથી ભારત એનસીએપી રેટિંગની શરૂઆતે કાર્સની સુરક્ષાની મહત્વતાને આગળ અને કેન્દ્ર સ્થાને રાખી છે, તે આપણા દેશમાં માર્ગ નેટવર્કના વિસ્તરણની સાથે સાથે આગળ વધી રહેલ છે. આ સંજોગોમાં કારના ખરીદદારોએ ઈવીને ઝડપભેર અપનાવેલ છે, આફણે એસયુવીની માંગમાં ઝડપભેર વૃદ્ધિ જોઈ છે CARS24 Mileage Report –  India advances in eco-conscious efforts: EV enquiries surge 5X, CNG sales skyrocket 2.6X in 2023.

તથા અગાઉથી પસંદ કરવામાં આવતી કાર્સ પ્રત્યે સતત લગાવમાં વૃદ્ધિને જાળવી રાખી છે. વર્ષ 2023માં આપણે એવા કેટલાક રુઝાન જોવા મળ્યા કે જે એક ગતિશીલ અને સતત ભવિષ્ય તરફ સંકેત કરે છે. ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24એ આજે કાર ઉદ્યોગમાં 2023ના મુખ્ય રુઝાનને લઈ પ્રકાશ પાડતા ‘માઈલેજ રિપોર્ટ’ રજૂ કર્યો છે. કાર્સ24એ વર્ષ 2022ની તુલનામાં વેચાણમાં 42 ટકાની વૃદ્ધિ સાથે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે,જે ભારતીય ઓટો માર્કેટમાં સતત વિકાસ પ્રવાહને ખૂબ જ કૂશળતાપૂર્વક નેવિગેટ કરવાની પોતાની ક્ષમતાને દર્શાવે છે.

પરવડે તેવા અને મૂલ્ય, યુવાનોમાં પ્રભાવશાળી, પ્રીમીયમ કાર્સના પ્રભાવ વચ્ચે પ્રયુક્ત કારોની સ્માર્ટ પસંદગીના સ્વરૂપમાં સ્થાપિત કરે છે. વર્ષ 2023માં મિલેનિયલ્સ અને જેન ઝેડ એ ફક્ત ખરીદીને જ નહીં પણ પોતાની કાર્સને અપગ્રેડ કરી અને બજારમાં યંગર વ્હિકલની એક લહેરને રજૂ કરી તેમ જ માંગ તથા પુરવઠા વચ્ચેના અંતરને સહજતાથી ધ્યાનમાં રાખી યોગ્ય સ્થિતિ કેળવી છે.

સીએઆરએસ24ની આંકડાકીય માહિતી પ્રમાણે વર્ષ 2023માં નવી કાર અને યુઝ્ડ કારનું પ્રમાણ 1:1.5 હતું- જેનો અર્થ એવો થાય છે કે વેચવમાં આવેલી દસ નવી કારનું વેચાણ થયું, પંદર યુઝ્ડ કાર બજારમાં આવી. આ ઈન્ફ્લુક્સ ઓફ યંગરે પ્રીમિયમ યુઝ્ડ કારે ઘણાબધા ભારતીયો માટે કારનું સપનું પૂરૂં કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

યુઝ્ડ કારના બજારમાં ઉચ્ચ મૂલ્યવાળી કારની વધતી પ્રાથમિકતામાં આ રસપ્રદ પરિવર્તન પણ જોવા મળ્યું છે. કાર્સ24ના આંતરિક વિશ્લે,ણમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2018 અને વર્ષ 2023 વચ્ચેના ગાળા દરમિયાન રૂપિયા 8 લાખથી વધારે મૂલ્યની કાર્સના વેચાણમાં 14 ટકાનો વધારો થયો છે. આ ટ્રેંડ બેંગ્લુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં વધારે સ્પષ્ટ રહ્યો હતો, જ્યાં રૂપિયા 8 લાખથી વધારે મૂલ્યની કારની કેટેગરીમાં નોંધપાત્ર વૃદ્ધિ રહી છે. તે ખાસ કરીને વધી રહેલી આવકના પ્રમાણ તથા ફીચર્સ, ગુણવત્તા અને સુરક્ષાની બાબતમાં કોઈ જ બાંધછોડ નહીં કરવાના ગ્રાહકોના અભિગમને લીધે છે. કાર્સ24ના સહ-સ્થાપક શ્રી ગજેન્દ્ર જાંગિડે જણાવ્યું હતું કે “મને ખૂબ જ ગર્વ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ કાર્સ24ને તેમના પરિવારનો ભાગ બનાવેલ છે. અમે આગામી કેટલાક વર્ષોમાં અમેરિકા જેવા મુખ્ય બજારોને પાર  કરી  યુઝ્ડકારને પારિભાષિત કરવા તથા વૈશ્વિક ટ્રેન્ડ સેન્ટરના સ્વરૂપમાં કાર્સની ભૂમિકાને મજબૂત કરવાના માર્ગ પર છીએ.”

પર્યાવરણ પ્રત્યે જાગૃત ડ્રાઈવિંગમાં વધતો રસઃ ઈવીને લગતી પૂછપરછમાં 5 ગણો વધારો; સીએનજી સેલ્સમાં 2.6 ગણો વધારો.

વર્ષ 2023માં પ્લેટફર્મ પર ઈલેક્ટ્રિક વ્હિકલ (ઈવી) માટેની પૂછપરછમાં 5 ગણી અસાધારણ વૃદ્ધિ થઈ છે,જે વૈકલ્પિક ઈંધણના સ્રોતમાં વધતા રસ અને કોસ્ટ-એફિસિટએન્ટ તથા પર્યાવરણ પ્રત્યે જાગૃત્ત ડ્રાઈવિંગ તરફના પરિવર્તનને દર્શાવે છે. ઈવીને લગતી તપાસ કરનાર વ્યક્તિઓની વધતી સંખ્યા સાથે દરરોજ સરેરાશ 200 પૂછપરછ આવે છે- આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગ્રાહકોની સક્રિય રીતે સ્વચ્છ અને હરિત વિકલ્પની શોધ કરી રહ્યા હતા.

જેમ-જેમ ઈવી પરિદ્રશ્ય પરિપક્વ થયા અને પાયાગત માળખાના ઉન્નત થઈ, આ સ્પષ્ટ હતું કે ડ્રાઈવિંગનું ભવિષ્ય વધારે ટકાઉ દિશા તરફ વધી રહ્યા હતા. દરેક 4-5 વર્ષમાં વધારે લોકોના કાર બદલવા અને ઈલેક્ટ્રિક વાહન (ઈવી)ની વધતી લોકપ્રિયતા સાથે કાર્સ24ને લઈ આશા છે કે આ વધતી માંગને પૂરા કરવા માટે આગામી 5 વર્ષની અંદર ઉપયોગ કરવામાં આવનાર ઈવી બજારમાં ઉપલબ્ધ થશે.

કંપની-ફિટેડ સીએનજી કારની માંગ પણ અનેક વર્ષોમાં પ્રથમ વખત 263 ટકાની વૃદ્ધિની સાથે જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ, જે ગ્રાહકોની શોધમાં એક અસાધારણ પરિવર્તનના સંકેત આપે છેઃ આ પ્રકારની કાર કે જે ચલાવવામાં વધારે કિફાઈતી હોય, સીએનજી-સંચાલિત વાહન તુલનાત્મક સ્વરૂપથી મહત્વની બચત પ્રદાન કરે છે. પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ પણ છે.

મુંબઈ જેવા શહેરોમાં જ્યાં પેટ્રોલની કિંમત રૂપિયા 106.29 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત રૂપિયા 94.27 પ્રતી લીટર હતી, ઈંધણના વધતા ખર્ચને ગ્રાહકોને સીએનજી મોડલ તરફ આકર્ષિત કર્યાં. દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ અને ચેન્નઈ જેવા મેટ્રો શહેરોમાં સીએનજી કારો માટે સ્પષ્ટ પ્રાથમિકતા જોવામાં આવી, જે વધતી જાગૃત્તિ તથા પરવડે તેવા તથા પર્યાવરણ-અનુકૂળ પરિવર્તન વિકલ્પોને અપનાવવાની બાબત દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.