Western Times News

Gujarati News

CEAT ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની અમદાવાદ રેસ માટે એકા અરેના ટ્રાન્સસ્ટેડિયાની પસંદગી કરાઈ

પૂણે, સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ) પહેલી સિઝનની અમદાવાદ રેસ માટે વિશિષ્ટ સ્થળ તરીકે એકા અરેના (જે અગાઉ ધ અરેના/ટ્રાન્સસ્ટેડિયા અરેના તરીકે ઓળખાતું હતું)ની પસંદગી જાહેર કરતાં રોમાંચ અનુભવે છે. અમદાવાદ રેસ 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે જે અત્યાધુનિક મલ્ટીપર્પઝ સ્ટેડિયમ ખાતે સુપરક્રોસની દિલધડક રેસનું વચન આપે છે.

કાંકરિયા તળાવ પાસે આવેલું એકા અરેના અમદાવાદના વાઇબ્રન્ટ સ્પોર્ટિંગ કલ્ચરનું પ્રમાણ છે. તૈયાર થયા બાદ 7 ઓક્ટોબર, 20216ના રોજ સત્તાવારપણે ખૂલ્લું મૂકાયેલું આ સ્ટેડિયમ ગુજરાત સરકાર અને ઉદ્યોગ સાહસિક ઉદિત શેઠના નેતૃત્વ હેઠળના એસઈ ટ્રાન્સસ્ટેડિયા વચ્ચેની સફળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના પરિણામે ઊભું થયું છે. તેના મુખ્ય ફૂટબોલ ગ્રાઉન્ડમાં 15,000ની સીટિંગ કેપેસિટી સાથે એકા અરેના તેની વર્સેટાલિટી માટે જાણીતું છે જે વિવિધ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ યોજવા માટે ઇન્ડોર અરેનામાં પાર્ટિશન કરી શકાય તેવી ક્ષમતા ધરાવે છે.

રેસના સ્થળ તરીકે એકા અરેનાની પસંદગી થવા બદલ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી વીર પટેલે જણાવ્યું હતું કે “એકા અરેના એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે અને અમે અમદાવાદમાં આ બેનમૂન સ્થળે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગને લાવીને આનંદ અનુભવીએ છીએ. મોટી ઈન્ટરનેશનલ ઇવેન્ટ્સ યોજવાની સ્ટેડિયમની પ્રતિબદ્ધતા સીએટ આઈએસઆરએલના ઊંચા માપદંડો સાથે મેળ ખાય છે અને અમે અમદાવાદમાં ચાહકોને આ અભૂતપૂર્વ અનુભવ પૂરો પાડવા માટે આતુર છીએ.”

એકા અરેના અનેક મોટી ઇવેન્ટ્સ જેમ કે 2016માં કબડ્ડી વર્લ્ડ કપનું સ્થળ અને પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટ્સ માટે હોમ અરેના તરીકે રહી ચૂક્યું છે. આ ઉપરાંત તેણે 2019નો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપની યજમાની કરીને ઇતિહાસ રચ્યો હતો અને અરેના ખાતે પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચો યોજાઈ હતી.

સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ 25 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે યોજાનારી છેલ્લી મેચ સાથે તેની દિલધડક સિઝન પૂરી કરશે. સીએટ આઈએસઆરએલ સિઝન વન રાઇડર ઓક્શન વિશે વધુ માહિતી મેળવવા અને ટીમ સિલેક્શન અંગે અપડેટ્સ્  મેળવવા માટે, કૃપા કરીને ઓફિશિયલ વેબસાઇટ https://indiansupercrossleague.com/ની મુલાકાત લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.