Western Times News

Gujarati News

રશિયા ભારતના મોટા ક્રૂડ ઓઈલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું

નવી દિલ્હી, ભારત માટે ઈરાક અને સાઉદી અરેબિયા લાંબા સમયથી સૌથી મોટા તેલ (ક્રૂડ ઓઈલ)ના સપ્લાયર રહ્યા છે, જાે કે ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ જાેવા મળે છે. ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ ખરીદીની નવી પેટર્ન શરુ કરતા હવે ગલ્ફ દેશો બાદ રશિયા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે.

ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજાે સૌથી મોટો તેલનો આયાતકાર દેશ છે ત્યારે ભારત માટે એક સમયે ઈરાક અને સાઉદી અરેબિયા જેવા ગલ્ફના દેશો પરંપરાગત રીતે તેલ વેચનાર સૌથી મોટા સપ્લાયર હતા ત્યારે હવે બદલાતા સમય અને પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરુ કરતા ગલ્ફના દેશો સપ્લાયરના લિસ્ટમાં નીચેના ક્રમે આવી ગયા છે.

ભારતે વર્ષ ૨૦૨૩માં રશિયા પાસેથી સૌથી વધુ તેલની ખરીદી કરી હતી. માહિતી અનુસાર, ભારતે ગયા વર્ષે રશિયા પાસેથી પ્રતિ દિવસ ૧૬.૬ લાખ બેરલ તેલની આયાત કરી હતી. ૨૦૨૨માં આ આંકડો માત્ર ૬.૫૧ લાખ બેરલ પ્રતિ દિવસ હતો. આનો અર્થ એ થયો કે ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદીમાં ૧૫૫ ટકાનો જબરદસ્ત વધારો થયો છે.

એક સમચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભારતની ૨૦૨૩માં રશિયા પાસેથી તેલની વધતી ખરીદીને પગલે ગલ્ફ દેશોને સૌથી વધુ નુકસાન થયું છે અને ભારતની ગલ્ફ દેશોમાંથી તેલની ખરીદી અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ કારણે ઇરાક અને સાઉદી અરેબિયા, જેઓ લાંબા સમયથી ભારતના સૌથી મોટા તેલ સપ્લાયર હતા, તેમને મોટા પાયે નુકસાન થયું છે.

હવે ભારતના તેલ સપ્લાયરની યાદીમાં રશિયા બાદ ઈરાક બીજા ક્રમે જ્યારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જાે આખા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ૨૦૨૩માં ભારતની તેલની ખરીદીમાં એકંદરે વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં ભારતે પ્રતિ દિવસ સરેરાશ ૪૬.૫ લાખ બેરલ તેલની ખરીદી કરી હતી, જે ૨૦૨૨ની તુલનામાં ૨ ટકા વધુ છે.

ભારતની કુલ તેલની ખરીદીમાં ઓપેક દેશોનો હિસ્સો ઘટ્યો છે જેમાં એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના નવ મહિનાની વાત કરવામાં આવે તો ઓપેક દેશોનો હિસ્સો ઘટીને ૪૯.૬ ટકા પર આવી ગયો, જે એક વર્ષ અગાઉ ૬૪.૫ ટકા હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.