Western Times News

Gujarati News

પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં કંપનીના ડાયરેક્ટરની જામીનમાં ચુકાદો અનામત

ગંભીર પ્રકારની બેદરકારીનો ગુનો હોવાથી જામીન ન આપવા રાજ્ય સરકારની રજૂઆત

અમદાવાદ, પાલનપુર રેલવે બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ તુટી પડતાં બે વ્યક્તિના મોતના મામલે કન્સ્ટ્રકશન કંપનીના ડાયરેકટરે ધરપકડથી બચવા હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે કેસની સુનાવણી જસ્ટિસ જે.સી. દોશીની ખંડપીઠ સમક્ષ થઈ હતી.

જેમાં અરજદારે પોતાના બચાવમાં લંબાણપૂર્વકની દલીલો કરી હતી અનેપોતાના પક્ષમાં કેટલાક ચુકાદા પણ ટાંક્યા હતા. જયારે રાજય સરકાર તરફથી સમગ્ર મામલો ગંભીર પ્રકારની બેદરકારીનો ગુનો હોઈ અરજદાર આરોપીને જામીન ન આપવા જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. તમામ રજૂઆતોના અંતે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે બને છે પાલનપુર ઓવરબ્રિજ જેવી ઘટના ?

 

અરજદાર મહેન્દ્ર ઘેમરભાઈ પટેલ તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે, બ્રિજનું કામ ચાલતું હતું એ સમયે યોગ્ય રીતે બેરિકેડ્રસ મુકાયા નહોતા કે ત્યાં કોઈ ટ્રાફિક માર્શલ્સ પણ નહોતા એવો મુખ્ય આક્ષેપ હોઈ અરજદાર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે, પરંતુ હકીકતમાં અરજાર કે કન્સ્ટ્રકશન કંપની દ્વારા કોઈ બેદરકારી રખાઈ નથી.

રેલવેને પણ કરાઈ હતી, ટ્રાફિક માર્શલ્સ પણ કંપની દ્વારા નિમવામાં આવ્યા હતા. ટ્રાફિક સુપરવાઈઝર પણ હતા. નિર્માણાધીન બ્રિજનું કામ ૯ર ટકા પૂર્ણ થઈ ગયું હતું અને કંપનીને એના નાણાં પણ મળી ગયા છે. કંપની આ વ્યવસાય સાથે છેલ્લા ૩૦ વર્ષથી સંકળાયેલી છે. હાલના આરોપીને અન્ય આરોપીઓએ પાવર ઓફ એટર્ની કરી આપેલી અને તેમની જવાબદારી પ્રોજેક્ટ મેનજરની હતી.

આ કેસમાં નીચલી અદાલતે અરજદારને આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. નીચલી કોર્ટે એવો આદેશ કર્યો હતો કે, અરજદાર કંપનીમાં ડાયરેકટર ઉપરાંત પ્રોજેકટ મેનેજર પણ છે. તે સિવિલ એન્જિનિયર છે. અન્ય સિવિલ એન્જિનિયર્સની જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી છે. આરોપી અરજદારની સ્પષ્ટ જવાબદારી બને છે.

કારણ કે, કંપનીનો જે પ્રોજેકટ છે તે ઈપીસીના આધારે રખાયો હતો. તેથી આર્ટિકલ-૧૬ મુજબ ટ્રાફિકની સૂચના અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી કંપનીએ સ્વીકારેલી હતી. માત્ર ટ્રાફિક પોલીસને સૂચના અને તે અંગેની જાણકારી આપી દેવાથી અને જાહેરનામું બહાર પાડવાથી આરોપી અરજદાર તેમની જવાબદારીમાંથી છટકી શકે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.