Western Times News

Gujarati News

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે

અયોધ્યા, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર અયોધ્યા જ રામમય બની છે એવુ નથી પરંતુ વિશ્વના અનેક શહેરો પણ પોતપોતાના સ્થળોએ અનેક કાર્યક્રમો દ્વારા આ ઉત્સવનો ભાગ બનવા આતુર છે. ચાલો જોઈએ કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ઉજવણી અને પ્રાણ પ્રતિષ્ટાને લઈને વિશ્વભરમાં ક્યાં ક્યાં શું તૈયારીઓ થઈ રહી છે.

દેશથી બહાર ક્યા સ્થળે ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે? માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને જાપાન સહિત ૬૦થી વધુ દેશોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. એટલું જ નહીં અનેક મોટા શહેરોમાં રામ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ઉત્તર પ્રદેશથી શરૂઆત કરીએ, જ્યાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે. ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર અયોધ્યાના રામ મંદિર પર પુષ્પવર્ષા કરશે.

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્તેજનાનો માહોલ છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચવા લાગ્યા છે.

આ દરમિયાન, આ શુભ અવસર પર અયોધ્યામાં ધામધૂમપૂર્વક ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બ્રિટન અને અમેરિકા સહિત ૬૦થી વધુ દેશોમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાની જાહેરાત બાદ હવે ઘણી રાજ્ય સરકારોએ પણ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોની સરકારોએ ૨૨ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. ગોવામાં પણ રાજ્યમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. હરિયાણાની સરકારે પણ શાળાઓને એક દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે.

આટલું જ નહીં, સોમવારે સમગ્ર દેશમાં કેન્દ્રીય સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ તેમજ પ્રાદેશિક ગ્રામીણ બેંકો અડધા દિવસ માટે બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, પંજાબ અને હરિયાણાની બાર કાઉન્સિલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટ તેમજ હરિયાણા અને પંજાબની જિલ્લા અદાલતોમાં પણ “નો વર્કિંગ ડે” જાહેર કર્યું છે.

ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગે પણ આ દિવસની વિશેષ તૈયારીઓ કરી છે. રામ ભક્તોના ઉત્સાહને જોઈને યોગી સરકારે નિર્દેશ આપ્યા છે. પરિવહન વિભાગ આ દિવસે તમામ બસોમાં રામ ભજન વગાડશે. ખ્યાતનામ કલાકારો દ્વારા ગાયેલા ભજનોની સાથે આજના ભજનો અને રામને લગતા ગીતો પણ વગાડવામાં આવશે. સ્થાનિક ગાયકોના ભજનો પણ વગાડવામાં આવશે.

અયોધ્યાના મંદિરોમાં ૧૪મી જાન્યુઆરીએ રામાયણ, રામચરિતમાનસ પાઠ, સુંદરકાંડ પાઠ અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ૨૪મી માર્ચ સુધી ચાલશે. પ્રાણ પ્રતિષ્ઠા અંગે, સીએમ યોગી આદિત્યનાથના સંસદીય ક્ષેત્ર ગોરખપુર અને મહારાજગંજ સહિત ઘણા જિલ્લાઓમાં ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ શોભા યાત્રા કાઢવામાં આવશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનેક ભવ્ય કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજધાની શીમલામાં આવતીકાલે શનિવાર (૨૦ જાન્યુઆરી)થી ૩ દિવસનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. શનિવારે શિમલાના કાલીબારી મંદિરથી શોભાયાત્રા શરૂ થશે. આ શોભાયાત્રા લોઅર બજાર, મોલ રોડ, સીટીઓ અને કૃષ્ણ મંદિરમાંથી પસાર થશે.

શિમલાના રામ મંદિરમાં ૨૧ જાન્યુઆરીથી અખંડ પાઠ શરૂ થશે. જે ૨૨ જાન્યુઆરીએ સવારે ૧૦ કલાકે પૂર્ણ થશે. સૂર્યાસ્ત સમયે અહીં હજારો દીવા પ્રગટાવવામાં આવશે.

પાડોશી દેશ નેપાળમાં પણ ઉજવણીનો માહોલ છે અને આ દિવસે ૩ હજારથી વધુ મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. રાજધાની કાઠમંડુના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરથી તમામ શક્તિપીઠોમાં વિશેષ પૂજા કરવામાં આવશે.

આ ઉપરાંત ગુહેશ્વરી મંદિર, મૈતીદેવી મંદિર અને ભદ્રકાળી સહિત તમામ શક્તિપીઠોમાં સવારથી વિશેષ પૂજા-અર્ચના થશે. ત્યારબાદ બપોરે ભજન કીર્તન અને સાંજે હવન કરવામાં આવશે.

નેપાળ સરકારે પણ લોકોને આ દિવસે વિશેષ પૂજા કરવાનું કહ્યું છે. આ ઉપરાંત લોકોને આ દિવસે દારૂ અને માંસાહારી વસ્તુઓના વેચાણથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નેપાળના જનકપુર શહેરમાં આવેલા રામ જાનકી મંદિરમાં દરેક ઘરમાં દીવા પ્રગટાવવા અને ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે.

જાનકી મંદિરમાં ૧.૨૫ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ભારતની જેમ નેપાળમાં પણ ઉત્સવનું વાતાવરણ છે અને આ દિવસે અહીં દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

વિશ્વના ઘણા દેશોમાં, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી કરવામાં આવનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ૫૦ થી વધુ દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફિજી, ઇન્ડોનેશિયા અને જર્મની સહિત ઘણા દેશોમાં લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. અમેરિકામાં ૩૦૦થી વધુ સ્થળો અને ઓસ્ટ્રેલિયામાં ૩૦ સ્થળોએ પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પેરિસના એફિલ ટાવર સુધી રામ યાત્રા કાઢવામાં આવશે. અમેરિકામાં, તેનું ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોટા સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ઇસ્કોનના વિશ્વભરમાં ૯૦૦ જેટલા મંદિરો છે અને આ દિવસે અહીં દિવાળીની ઉજવણી કરવામાં આવશે અને મંદિરો સંપૂર્ણપણે દીવાઓની રોશનીથી દીપી ઉઠશે. આ દિવસે ઇસ્કોનના મંદિરોમાં ભગવાન રામના કીર્તન કરવામાં આવશે. ભક્તોને પ્રસાદ અને પુસ્તકો પણ અર્પણ કરવામાં આવશે. લંડન, ન્યુયોર્ક અને લોસ એન્જલસ સહિત અનેક વિદેશી શહેરોમાં ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમારોહમાંમાં આવનારા લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.