Western Times News

Gujarati News

મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઠંડીનું પ્રમાણ વધુ

અમદાવાદ, હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે.

તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશઆના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે.

ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે.અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો છે. ૯.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યા કેટલી ઠંડી
અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન
ડીસામાં ૧૨.૦ ડિગ્રી તાપમાન
વડોદરા ૧૪.૬ ડિગ્રી તાપમાન
સુરત ૧૬.૨ ડિગ્રી તાપમાન
ભુજ ૧૩.૧ ડિગ્રી તાપમાન
કંડલા ૧૩.૦ ડિગ્રી તાપમાન
અમરેલી ૧૪.૦ ડિગ્રી તાપમાન
પોરબંદર ૧૪.૦ ડિગ્રી તાપમાન
રાજકોટ ૧૧.૮ ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર ૧૪.૪ ડિગ્રી તાપમાન
મહુવા ૧૪.૬ ડિગ્રી તાપમાન
કેશોદ ૧૨.૫ ડિગ્રી તાપમાન

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.

૨૪ થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્‌માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ૧૭-૧૯ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ૧૯ ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. ૨૦ એપ્રિલથી વધુ અને ૨૬ એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.