Western Times News

Gujarati News

યુએસના વિમાનમાં ટેકઓફ બાદ આગ, ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

મિયામી, અમેરિકાના મિયામીથી પ્યૂર્ટો રિકો જતી એટલસ એરના એક કાર્ગો વિમાનનાં એન્જિનમાં આગ લાગી ગઈ છે. ત્યારપછી હવામાં જ પ્લેન હતું તે બેકાબૂ થઈ ગયું અને પેસેન્જર પણ ગભરાઈ ગયા હતા. જાેકે આ ઘટના એક શખસે લાઈવ વીડિયોમાં પણ કેપ્ચર કરી હતી જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. આમાં એક ફાયર બર્ડ હોય એવી રીતે પ્લેનના એક વિંગના એન્જિનમાંથી આગ ફાટી નીકળી છે. એટલું જ નહીં તે આકાશમાં આમ તેમ બેકાબૂ જઈ રહ્યું હોય તેમ પણ લાગી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અમેરિકાની આ ફ્લાઈટનું જે એન્જિન નં-૨ હતું એ ફેલ થઈ ગયું હતું. હવામાં આ પ્લેનમાંથી આગ જરતી હોય એવો નજારો જાેવા મળી રહ્યો હતો. એક અહેવાલ પ્રમાણે આ બોઈંગ ૭૪૭-૮ હતું જેમાં આ ઘટના બની. લેફ્ટ વિંગમાંથી આગ ફાટી નીકળી હોય તેવું જાેવા મળી રહ્યું હતું. હવે આની તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો જેમાં એન્જિન નં-૨માં એક કાણું હતું જેના લીધે આ સમગ્ર ઘટના ઘટી હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે અંદાજે રાત્રે લગભગ ૧૦.૪૦ વાગ્યે ઘટી હતી. ત્યારે આકાશમાંથી આ પ્રમાણે આગની આખી લાઈન અને પટ્ટીઓ આગળ જતા જાેઈને લોકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. એમાંથી એક સોશિયલ મીડિયા યૂઝર કે જે બહાર વોક કરવા નીકળી હતી તેણે પણ આ ભયાનક ઘટનાક્રમ વર્ણવ્યો હતો. મહિલાએ કહ્યું કે જે પ્રમાણે આ પ્લેન નજરે પડી રહ્યું હતું તે જમીન પર પટકાઈ જશે એમ જ લાગતું હતું.

હું ડરી ગઈ હતી અને મેં એ જ વિચાર્યું કે અંદર કોણ કોણ હશે ક્યાં જઈને આ પ્લેન પટકાઈ જશે. જાેકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિમાનમાં એન્જિનના કારણે આગ લાગી કે બીજું કોઈ કારણ પણ હશે. કોઈને એ પણ જાણ નથી કે બર્ડ હિટની ઘટના હતી કે પછી અચાનક માલફંકશન થયું જેથી દુર્ઘટના ઘટી. બીજી બાજુ પાયલટે સમય સૂચકતા દાખવીને ૧૪ મિનિટ હવામાં ફંટાતા પ્લેનને તરત જ લેન્ડિંગ કરાવ્યું હતું.

ઈમરજન્સીમાં તેણે જે પ્રકારે લેન્ડિંગ કર્યું એની પણ અત્યારે ઘણી પ્રશંસા થઈ રહી છે. એરલાઈને કહ્યું કે આ ઘટનાની પાછળનું સાચ્ચુ કારણ શોધવામાં આવી રહ્યું છે, એફએએના જણાવ્યા મુજબ કાર્ગો વિમાન ૨૦૧૫માં નિર્મિત બોઈંગ ૭૪૭-૮ છે. જાેકે આમા કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પણ નથી મળી રહી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.