Western Times News

Gujarati News

સોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા

કરાંચી, પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે. તેણે તેના આ લગ્નની તસવીરો પણ એક્સ, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે એક ખાનગી સમારોહમાં તેણે નિકાહ પઢી લીધા છે.

સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતે પણ તેના પતિથી છૂટાછેડા લીધા છે. તેણે વર્ષ ૨૦૨૦માં ઉમેર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જાે કે પાકિસ્તાની મીડિયામાં વારંવાર એ વાતો સામે આવતી હતી કે બંનેનું લગ્નજીવન તૂટી રહ્યું છે. બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર મુકેલી એકબીજાની તસવીરો પણ ડિલીટ કરી નાખી હતી, એ પછી સમાચાર બહાર આવ્યા હતા કે બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા છે.

૨૮ વર્ષની સના જાવેદ પાકિસ્તાનના અનેક ટીવીશોનો પોપ્યુલર ચહેરો છે. ‘એ મુશ્ત-એ-ખાક’, ‘ડંક’ નામના તેના શો પાકિસ્તાનની જનતા વચ્ચે ખાસ્સા લોકપ્રિય થયા હતા. એ સિવાય તેના અનેક મ્યુઝિક વીડિયો પણ ફેમસ થયા છે.

ઉલ્લેખનીય છે કે શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે. લગ્ને લગ્ને કુંવારા શોએબ મલિકે સૌથી પહેલા હૈદરાબાદની એક આયેશા સિદ્ધીકી નામની યુવતી સાથે વર્ષ ૨૦૦૨માં લગ્ન કર્યા હતા.

શોએબ જ્યારે સાનિયાને પરણવાનો હતો ત્યારે અચાનક આ યુવતી પ્રગટ થઇ હતી અને તેણે દાવો કર્યો હતો કે તે શોએબની પહેલી પત્ની છે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે વર્ષ ૨૦૧૦માં બીજા લગ્ન કર્યા હતા. ૧૨ વર્ષ બાદ બંનેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું. જાે કે શોએબ અને સાનિયા બંનેમાંથી કોઇએ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.

સાનિયા મિર્ઝાએ થોડા દિવસ પહેલા એક ટ્રેજિક લખાણ ધરાવતી રહસ્યમયી પોસ્ટ મુકી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે લગ્ન કઠિન છે, છૂટા પડવું એ પણ કઠિન છે. તમારે પોતે તમારી પીડાની પસંદગી કરવાની છે, તમારે જાતે જ સમજીવિચારીને ક્યાં મહેનત કરવી એ નક્કી કરવાનું છે. આ પોસ્ટ બાદ સાનિયા અને શોએબ વચ્ચેની છુટાછેડાની અટકળો તેજ બની હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.