Western Times News

Gujarati News

ભારત જ નહીં અમેરિકામાં પણ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ

જેકસન મિસીસીપી ગુજરાતી સમાજના પ્રમુખ અને મુળ બારડોલીના રહેવાસી બાબુ પટેલે જણાવ્યું હતું કે, પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે મિસીસીપીમાં વસતાં પ્રત્યેક ભારતીય નાગરિકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

USA મિસીસીપી ગુજરાતી સમાજના પ્રમુખ અને મુળ બારડોલીના વતની બાબુ પટેલ દ્વારા મિસીસીપીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) સુરત,  500 વર્ષના સંઘર્ષ બાદ આગામી 22મી જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધુમથી આયોજન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યા ખાતે યોજાનારા ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતાં લાખ્ખો ભારતીય નાગરિકોમાં પણ ઉત્સાહ ચરમ પર પહોંચ્યો છે.

વિદેશની ધરતીને કર્મ ભૂમિ બનાવનારા ભારતીયો શ્રીરામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહમાં નજરે પડી રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં આ ઉત્સાહ સાતમા આસમાને નજરે પડી રહ્યો છે. અમેરિકા ખાતે આવેલ જેકસન મિસીસીપી ગુજરાતી સમાજ દ્વારા તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરભરમાં અલગ – અલગ સ્થળે 7 વિશાળકાય બિલબોર્ડ પર શ્રીરામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવી લેવાની સાથે ભવ્ય ઉજવણી કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

Hindus In US Take Out 100-Mile Car Rally Across Houston Ahead Of Ram Temple Event

આ સંદર્ભે જેકસન મિસીસીપી ગુજરાતી સમાજના પ્રમુખ અને મુળ બારડોલીના રહેવાસી બાબુ પટેલે જણાવ્યું હતું કે, પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે મિસીસીપીમાં વસતાં પ્રત્યેક ભારતીય નાગરિકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીરામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે મિસીસીપીમાં અલગ – અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે 21મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યેથી બપોરે ત્રણ વાગ્યે સુધી હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ મિસીસીપી દ્વારા ભજન – કિર્તન સહિતના કાર્યક્રમોનું આયોન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 4.30 કલાકે શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના નાગિરકો વિશેષ ઉપસ્થિત રહેશે.

कार रैली के दौरान अमेरिकी हिंदुओं ने ह्यूस्टन के 11 मंदिरों में भी दर्शन किए और जय श्रीराम और राम भजन गाए. 22 जनवरी को होने वाली राम लला की प्राण प्रतिष्ठा के लिए विश्व हिंदू परिषद ऑफ अमेरिका (VHPA) को भी आमंत्रित किया गया है.

આ સિવાય આ જ દિવસે સાંજે પાંચ વાગ્યે સીતારામ મંદિરમાં પણ પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ કહ્યું હતું કે, મિસીસીપીના ગુજરાતી સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પણ ઘરે – ઘરે પ્રભુ શ્રીરામના નિજ મંદિરમાં આગમનને પગલે દિવાળીની જેમ દિવડાંઓ પ્રગટાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.