Western Times News

Gujarati News

ઉંઝા ખાતે લક્ષચંડી યજ્ઞશાળાની મુલાકાત લઇ ભાવવંદના કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉંઝા ખાતે શરૂ થયેલ લક્ષચંડી મહાયજ્ઞના પાવન અવસરે ઉમિયાનગર ખાતે તૈયાર કરવામાં આવેલ યજ્ઞશાળાની મુલાકાત લઇ મા ઉમિયાની ભાવસભર વંદના કરી પૂજા-અર્ચના કરી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના ૧૨૬ દેશોમાં પથરાયેલા પાટીદારોના કુળદેવી મા ઉમિયાના આંગણે ઉજવાઇ રહેલા પંચ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે વિશેષરૂપે ઉપસ્‍થિત રહ્યાં હતાં. પાટીદાર સમાજના આસ્‍થાના કેન્દ્ર સમાન ઉંઝાના આંગણે યોજાઇ રહેલા આ દિવ્ય અવસરે ૧૦૮ યજ્ઞકુંડ સાથેની યજ્ઞશાળામાં તેઓ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.

તેમની આ મુલાકાત દરમ્યાન ઉમિયા માતાજી સંસ્‍થાનના પ્રમુખ શ્રી મણીભાઇ પટેલ,  ટ્રસ્‍ટીશ્રીઓ, સ્થાનિક ઘારાસભ્યશ્રીઓ, પદાઘિકારીઓ – અઘિકારીઓ અને મા ઉમિયાના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.