આવી રહ્યો છે ઠંડીનો એક મોટો રાઉન્ડ ? : હવામાન નિષ્ણાંત
રાજ્યના હવામાન અંગે પરેશ ગોસ્વામીની આગાહી
૭થી ૧૨ કિલોમીટરની પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળે તેવી શક્યતા છે, પવન ઉત્તર અને ઉત્તર-પૂર્વના જણાશે
અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ૧૭ શહેરમાં પારો ૧૫ ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. નલિયામાં સૌથી ઓછું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં ૧૧ ડિગ્રી, રાજકોટ, મહુવા અને કેશોદમાં ૧૨ ડિગ્રી, ગાંધીનગર અને આણંદમાં ૧૩ ડિગ્રી, અમદાવાદમાં૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસમાં રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે.
તેમણે રાજ્યમાં ઠંડીના રાઉન્ડ, પવનની ગતિ અને ઝાકળ વિશે માહિતી આપી છે. હવામાન નિષણાતે રાજ્યના હવામાન અંગે તેમની યુ ટ્યુબ ચેનલમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા બે-ત્રણ દિવસથી અમુક વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધી ગઇ હતી. જોકે, આજે ૨૩ તારીખથી પવનની ગતિ સામાન્યનની નજીક આવી જશે. આજથી ૩૧ જાન્યુઆરી સુધી પવનની ગતિ સામાન્ય રહેશે. એટલે કે, ૭થી ૧૨ કિલોમીટરની પ્રતિ કલાકની પવનની ગતિ જોવા મળે તેવી શક્યતા છે.
પવન ઉત્તર અને ઉત્તર-પૂર્વના જણાશે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારો એવો ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હજુ આજે ૨૩મીએ પણ ઠંડી યથાવત જોવા મળશે, પરંતુ ૨૪મી જાન્યુઆરીથી તાપમાન ધીમે-ધીમે ઊંચુ જશે. ૨૪ અને ૨૫ એમ બે દિવસમાં તાપમાન એકથી બે ડિગ્રી તાપમાન ઊંચું જશે. જોકે, તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નથી. ૩૧મી જાન્યુઆરી સુધી એવું તાપમાન જોવા મળે તેવી શક્યતા છે.
લધુત્તમ તાપમાન છે, જે રાત્રિના સમયે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, તે યથાવત જોવા મળશે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની અંદર આગોતરા અેંધાણ તરીકે કહી શકાય કે, ઠંડીનો એક મોટો રાઉન્ડ પણ આવી શકે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ પહેલા ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે. સૌથી વધુ કચ્છ-સૌરાષ્ટ્રમાં ઝાકળ જોવા મળી છે. જોકે, હમણા મોટાભાગના વિસ્તારો ચોખા રહેશે.
આવનારા ત્રણ-ચાર દિવસ સુધી. ૨૬મી તારીખ સુધી ઝાકળની કોઇ મોટી શક્યતા નથી. ૨૬ તારીખથી ફરી એક ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે. ૨૬થી ૨૯ એમ ચાર દિવસ ઝાકળનો રાઉન્ડ જોવા મળે, તેવી શક્યતાઓ છે. આ ઝાકળનો રાઉન્ડ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.ss1