Western Times News

Gujarati News

યુએસ-બ્રિટનનો ૧૨ દિવસમાં આઠમી વખત હુથી સંગઠન પર હુમલો

સાના, અમેરિકા અને બ્રિટને ફરી એકવાર ઈરાન સમર્થિત યમનના હુથી સંગઠન પર હુમલો કર્યો હતો. બંને દેશોની એરફોર્સે સોમવારે મોડી રાત્રે આઠ હુતી સ્થાનો પર હુમલા કર્યા હતા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, લાલ સમુદ્રમાં વેપારી જહાજાેને નિશાન બનાવવાની હુથીઓની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે.

લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા વિવિધ દેશોના વેપારી જહાજાે પર હુમલા બાદ અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોની સેના સક્રિય થઈ ગઈ છે. છેલ્લા ૧૨ દિવસમાં હુથીઓને રોકવા માટે સંગઠન પર આ આઠમો હુમલો હતો.

આ હુમલાઓમાં હુથી સંગઠનની ઘણી હથિયારોના સંગ્રહસ્થાનો નાશ પામ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે તેની મિસાઈલ અને ડ્રોનની ક્ષમતાને ભારે નુકસાન થયું છે.

નોંધનીય છે કે અમેરિકા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડ પણ લાલ સમુદ્રમાં હુથી વિરૂદ્ધ અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આ દેશો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલા માત્ર હુથીઓની ક્ષમતાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યા હતા.

યમનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે હુમલા યમનની રાજધાની સના અને દેશના અન્ય કેટલાક સ્થળોએ થયા હતા. હુથીની ટીવી ચેનલ અલ-મસિરાહે કહ્યું કે યમનમાં અલ-દૈલામી લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં ચાર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું છે કે હુથીઓએ સોમવારે સવારે યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં અમેરિકન કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.