Western Times News

Gujarati News

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમી ૯૦ લાખ લોકોએ યુટ્યુબ પર લાઈવ જાેઈ

નવી દિલ્હી, અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ જાેવામાં આવતી યુટ્યુબ ચેનલ બનીને રેકોર્ડ તોડ્યો છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું, જેને ૯ મિલિયન એટલે કે ૯૦ લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું હતું. કોઈપણ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ જાેવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે.

નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં ૧ કરોડ વ્યુઝ મળ્યા છે. આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જાેવાનો રેકોર્ડ ચંદ્રયાન-૩ લોન્ચનો હતો. આ લોન્ચના પ્રસારણને ૮૦ લાખથી વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો. જેનો રેકોર્ડ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે તોડીનેપ્રથમ સ્થાન લીધું છે. જયારે ત્રીજા નંબર પર ફિફા વર્લ્ડ કપ ૨૦૨૩ મેચ છે અને ચોથા નંબર પર એપલ લોન્ચ ઇવેન્ટ છે.

નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૨.૧ કરોડ છે. તેમની ચેનલ પર કુલ ૨૩,૭૫૦ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે જેની કુલ વ્યૂઝ ૪૭૨ કરોડ છે. યુટ્યુબ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ મેળવનાર નરેન્દ્ર મોદી વિશ્વના પ્રથમ નેતા છે.

વિશ્વમાં સૌથી વધુ જાેવાયેલા ૧૦ લાઇવ પ્રસારણ
ચેનલ અને લાઇવ ઇવેન્ટનું નામ લાઇવ પ્રસારણ વ્યુઝ પ્રસારણ તારીખ
નરેન્દ્ર મોદી- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ૯૦ લાખ ૨૨.૦૧.૨૦૨૪
ઈસરો-ચંદ્રયાન ૩ મિશનનું સોફ્ટ લેન્ડિંગ ૮૦ લાખ ૨૩.૦૮.૨૦૨૩
કેઝ ટીવી – વર્લ્ડ કપ ૨૦૨૨ ક્યુએફબ્રાઝિલ વિ.ક્રોએશિયા ૬૦ લાખ ૦૯.૧૨.૨૦૨૨
કેઝ ટીવી – બ્રાઝિલ વિ.સાઉથ કોરિયા ૨૦૨૨ વર્લ્ડ કપ ૫૨ લાખ ૦૬.૧૨.૨૦૨૨
કેઝ ટીવી – વાસ્કો વિ.ફ્લેમિંગો ૪૭ લાખ ૧૯.૦૩.૨૦૨૩
સ્પેશ એક્સ-ક્રૂડેમો-૨ ૪૦ લાખ ૨૮.૦૫.૨૦૨૨
હિબ લેબલ્સ- બીટીએસથી બટર ૩૭ લાખ ૨૧.૦૫.૨૦૨૨
એપલ- એપલ ઇવેન્ટ ૩૬ લાખ ૭-૦૯.૨૦૨૨
લો એન્ડ ક્રાઈમ નેટવર્ક- ડેપ દૃજ. હર્ડ ટ્રાયલ ૩૫ લાખ ૦૧.૦૬.૨૦૨૨
ફ્લુમિનેન્સ ફૂટબોલ ક્લબઃ રિયો કપ ફાઇનલ ૩૫ લાખ ૦૯.૦૭.૨૦૨૦

SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.